સામગ્રી
* ૧૧/૨ કપ ફ્રેશ દહીં,
* ૨ ટીસ્પૂન બેસન,
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧ ટીસ્પૂન આખુજીરું,
* ચપટી હિંગ,
* ૫ મીઠા લીંબડાના પાન,
* ૨ કળી સમારેલ લસણ,
* ૧/૪ કપ ડુંગળીની પતલી સ્લાઈસ,
* ૧૧/૨ કપ પાણી,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં.
* ૨ ટીસ્પૂન સમારેલ કોથમીર.
રીત
એક બાઉલમાં ફ્રેશ દહીં અને બેસન કાઢી બરાબર મિક્સ કરી લો. હવે એક તવામાં ઓઈલ નાખી ગરમ થાય એટલે આખુજીરું, ચપટી હિંગ, મીઠા લીંબડાના પાન અને સમારેલ લસણ નાખી બરાબર મિક્સ કરવું.
પછી આમાં ડુંગળીની પતલી સ્લાઈસ નાખી એકાદ બે મિનીટ સુધી સાંતડવું. ત્યારબાદ આમાં દહીં અને બેસનનું મિક્સચર, પાણી, હળદર, સ્વાદાનુસાર મીઠું અને બારીક સમારેલ લીલા મરચાં નાખી કઢીને ૧૦ મિનીટ સુધી ઉકાળવા દો. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી કઢી નીચે ચોંટી ન જાય. ગાર્નિશ કરવા તમે સમારેલ કોથમીર નાખી શકો છો. પછી આને ગરમાગરમ સર્વ કરો.