બનાવો ગુજરાતી પુરણપોળી

સામગ્રી

puran-poli

*  ૧ કપ તુવેરની દાળ,

*  ૧૧/૨ કપ પાણી,

*  ૨ કપ ઘઉંનો લોટ,

*  ૨ ટેબલ સ્પૂન તેલ,

*  ૨ ટેબલ સ્પૂન ધી,

*  ૧૧/૪ કપ ભુક્કો કરેલ ગોળ,

*  ૧/૪ ટેબલ સ્પૂન એલચી પાવડર,

*  ૨ ટેબલ સ્પૂન કેસરના રેસા પાણીમાં નાખેલ.

રીત

કુકરમાં બાફવા માટે પાણીમાં ધોયેલી તુવેરની દાળ અને પાણી નાખી ત્રણ વ્હીસલ વગાડવી. પછી એક બાઉલમાં ઘઉંનો લોટ અને તેલ નાખીને જરૂર અનુસાર પાણી નાખી સોફ્ટ લોટ બાંધવો.

હવે પુરણ બનાવવા માટે એક નોનસ્ટીક પેનમાં ધી, કુકરમાં બાફેલી દાળ અને ભુક્કો કરેલ ગોળ નાખી મિક્સ કરી લેવું. પછી ચમચા વડે આ મિશ્રણને થોડું મેશ (દબાવવું) કરવું. જ્યાં સુધી આ ગોળ પીગળે નહિ ત્યાં સુધી આને હલાવવું લગભગ દસેક થી બાર મિનીટ સુધી.

ત્યારબાદ આ પુરણમાં એલચી પાવડર અને પાણીમાં નાખેલ કેસરના રેસા નાખી બરાબર મિક્સ કરવું. આ પુરણને બાદમાં ઠંડુ થવા દેવું અને મીડીયમ સાઈઝના ગોળા બનાવી લેવા.

પછી ઘઉંના લોટની મદદથી બાંધેલા લોટની નાની રોટલી બનાવવી અને તેની અંદર પુરણનો એક ગોળો મુકીને રોટલીથી કવર કરવું, આલું પરોઠાની જેમ. હવે આને હળવા હાથે વણવી. પુરણપોળી ને બહું પતલી ન વણવી.

હવે ગેસ ચાલુ કરીને નોનસ્ટીકને ગરમ કરી તેમાં પુરણપોળી મુકવી. આને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની વણવી. પછી આની ઉપર ઘી ચોપડવું. ત્યારબાદ આને સર્વ કરવી.

Comments

comments


6,787 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 4 =