સામગ્રી
* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,
* ૧/૨ કપ સમારેલ ડુંગળી,
* ૧/૪ કપ સમારેલ કેપ્સીકમ,
* ૧ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ,
* ૧ ટેબલ સ્પૂન આદુંની પેસ્ટ,
* ૧ ટેબલ સ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,
* ૨ ટેબલ સ્પૂન પાવભાજી મસાલો,
* ૨ ટેબલ સ્પૂન દળેલું ધાણાજીરું,
* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,
* ૧/૨ ટેબલ સ્પૂન બ્લેક સોલ્ટ,
* ૩/૪ કપ સમારેલ ટામેટાં,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ ટેબલ સ્પૂન પાણી,
* ૧ કપ બોઈલ મિક્સ સ્પ્રાઉટ,
* ૨ ટોસ્ટ કરેલ વોલ વીટ બ્રેડ સ્લાઈસ
* ૧/૪ કપ લો-ફેટ બટર,
* ૨ ઓનિયન રીંગ.
રીત
સ્પ્રાઉટ મિક્સચર બનાવવા માટે ઓઈલ ગરમ કરી તેમાં સમારેલ ડુંગળી નાખીને એકથી બે મિનીટ સુધી ધીમા તાપે સાંતડવું. હવે આમાં સમારેલ કેપ્સીકમ, લસણની પેસ્ટ, આદુંની પેસ્ટ, બારીક સમારેલ લીલા મરચાં, પાવભાજી મસાલો, દળેલું ધાણાજીરું, હળદર અને બ્લેક સોલ્ટ નાંખીને મિક્સ કરી લેવું. આને એકથી બે મિનીટ સુધી હલાવવું.
ત્યારબાદ આમાં સમારેલ ટામેટાં, સ્વાદાનુસાર મીઠું અને સહેજ પાણી, નાખીને મિક્સ કરી લેવું. પછી આમાં બોઈલ મિક્સ સ્પ્રાઉટ નાખીને બે મિનીટ સુધી કુક થવા દેવું. હવે આમાં ૧ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવું અને મેશરની મદદથી થોડું મેશ કરી લેવું. તો તૈયાર છે સ્પ્રાઉટ મિક્સચર.
હવે સેન્ડવિચ બનાવવા માટે વોલ વીટ બ્રેડ સ્લાઈસને ટોસ્ટ કરી રાખવા. પછી તેમાં લો-ફેટ બટર લગાવીને સ્પ્રાઉટનું મિક્સચર આના પર નાખવું. આ બંને બ્રેડની ઉપર ઓનિયન રીંગ મુકીને બીજા બ્રેડથી (બટર લગાવેલ) આને કવર કરવું. તો તૈયાર છે મસાલેદાર મિક્સ સ્પ્રાઉટ સેન્ડવિચ.