બનાવો એકદમ લાજવાબ કોબીજ પરાઠા

સામગ્રી

1-IMG_0163

*  ૧ કપ ઘઉંનો લોટ,

*  ૧/૨ ટીસ્પૂન ઓઈલ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  જરૂર મુજબ પાણી,

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧ ટીસ્પૂન વરીયાળી,

*  ૧/૨ ટીસ્પૂન સમારેલ ડુંગળી,

*  ૧ ટીસ્પૂન સમારેલ લીલા મરચા,

*  ૩/૪ કપ સમારેલ કોબીજ,

*  ૨ સમારેલ મગની દાળ,

*  ૫ ટીસ્પૂન પુદીના ના પાન,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧/૨ ટીસ્પૂન આમચૂર પાવડર.

રીત

લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, ઓઈલ, સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધવો.

હવે સ્ટફિંગ બનાવવા માટે એક નોનસ્ટીકમાં ઓઈલ, વરીયાળી, સમારેલ ડુંગળી, સમારેલ લીલા મરચા, સમારેલ કોબીજ, મગની દાળ (૨ કલાક પાણીમાં પલાળેલી), પુદીના ના પાન, હળદર, આમચૂર પાવડર અને સ્વાદાનુસાર મીઠું નાખી ૪ થી ૫ મિનીટ સુધી કુક થવા દેવું. બાદમાં સ્ટફિંગ રેડી છે.

હવે બાંધેલા લોટમાંથી મીડીયમ સાઈઝમાં લોટના ગુલ્લા કરવા અને તેની રોટલી વણવી. પછી નોનસ્ટીકને ગરમ કરી તેને ઓઈલથી ગ્રીસ કરવું. ત્યારબાદ આ રોટલીમાં તૈયાર કરેલ સ્ટફિંગ ૧/૨ કે ૨ ચમચી જેટલુ નાખી થોડું પ્રેસ કરવું અને એને થોડું વાળી દેવું.

ત્યારબાદ આ પરાઠાને નોનસ્ટીકમાં મૂકી તેના પર તેલ રેડીને શેકવું. બાદમાં આના ટુકડા કરીને આને ગરમાગરમ દહીં કે સોસ સાથે સર્વ કરો.

Comments

comments


5,484 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 7 =