બનાવો એકદમ ચટાકેદાર છોલે ચાટ વિથ ટીક્કી

સામગ્રી

tikki-11

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ બારીક સમારેલ કાંદા,

*  ૧ ટીસ્પૂન દળેલું ઘાણાજીરું,

*  ૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧ ટીસ્પૂન આમચૂર પાવડર,

*  ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૧/૨ કપ પાણી,

*  ૨ ટીસ્પૂન ટોમેટો કેચઅપ,

*  ૨ કપ બાફેલા કાબુલી ચણા,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ચપટી મરીનો ભુક્કો,

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧ ટીસ્પૂન આખું જીરું,

*  ૧/૨ ટીસ્પૂન નીજેલા સીડ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ મરચા,

*  ૧ કપ બાફેલા બટાટાના ટુકડા,

*  ૧/૨ કપ બાફેલા વટાણા,

*  ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર,

*  ૧ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૧૧/૨ ટીસ્પૂન લીલી ચટણી,

*  ૧ ટીસ્પૂન મીઠી ચટણી,

*  ૨ ટીસ્પૂન દહીં,

*  ૨ ટીસ્પૂન સેવ.

રીત

છોલે બનાવવા માટે એક તવીમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલ કાંદા નાખી એકાદ બે મિનીટ સુધી સૌતે કરવું. પછી આમાં દળેલું ઘાણાજીરું, લાલ મરચું, આમચૂર પાવડર, ગરમ મસાલો અને પાણી નાખી એકાદ મિનીટ સુધી કુક થવા દેવું.

બાદમાં આમાં ટોમેટો કેચઅપ, બાફેલા કાબુલી ચણા, સ્વાદાનુસાર મીઠું અને ચપટી મરીનો ભુક્કો નાખી ૨ થી ૩ મિનીટ સુધી ધીમા તાપે કુક થવા દેવું. હવે આ ચણાને મેશરથી અધકચરા પીસી નાખવા. આ રીતે તૈયાર છે છોલે.

હવે ટીક્કી બનાવવા માટે એક કડાઈમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે આખું જીરું, નીજેલા સીડ અને બારીક સમારેલ મરચા નાખીને તે કુક થાય એટલે આ વઘારને એક બાઉલમાં નાખવો. પછી આમાં બાફેલા બટાટાના ટુકડા (છાલ ઉતારેલ), બાફેલા વટાણા, સમારેલ કોથમીર, કોર્નફલોર, સ્વાદાનુસાર મીઠું અને આમચૂર પાવડર નાખીને હાથોથી બરાબર મિક્સ કરવું.

ત્યારબાદ બટાટાના આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઇને ટીક્કી બનાવવી. હવે આને કુક કરવા માટે નોનસ્ટીકને ઓઈલથી ગ્રીસ કરવું અને તેમાં બધી ટીક્કી મુકીને શેકવી. બાદમાં આ ટિક્કીને બંને સાઈડ કુક કરીને બ્રાઉન રંગની થવા દેવી. પછી આને એક પ્લેટમાં કાઢી લેવી.

હવે એક પ્લેટમાં ટીક્કી મુકીને તેની ઉપર છોલેનું મિશ્રણ નાખવું અને ગાર્નીશ કરવા આની ઉપર લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખી સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,989 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>