બનાવો અલગ સ્ટાઇલમાં ખાટ્ટીમીઠ્ઠી પાણીપુરી

સામગ્રી

inext_p_LFoo_14aprPaniPuri

*  ૧૧/૨ કપ પુદીનાના પાન,

*  ૧/૨ કપ કોથમીર,

*  ૨ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૧ ટીસ્પૂન સમારેલ મરચા,

*  ૧ ટીસ્પૂન સમારેલ આદું,

*  ૨ નંગ મરી,

*  ૧ ટીસ્પૂન કાળું મીઠું,

*  ૧૧/૨ ટીસ્પૂન દળેલું ઘાણાજીરું,

*  ચપટી સાદું મીઠું,

*  ૧/૪ કપ પાણી,

*  ૩ કપ ઠંડુ પાણી,

*  ૧/૨ કપ બાફેલા મિક્સ સ્પ્રાઉટ,

*  ૧/૪ કપ બુંદી,

*  ૧ કપ બાફેલ બટાકા,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧ કપ મીઠી ચટણી,

*  ૧/૨ કપ સમારેલ ડુંગળી,

*  ૧/૨ કપ ઝીણી સેવ.

રીત

સૌપ્રથમ પુદીના નું પાણી બનાવવા માટે એક બાઉલમાં પુદીનાના પાન, કોથમીર, લીંબુનો રસ, સમારેલ મરચા, સમારેલ આદું, મરી, કાળું મીઠું, દળેલું ઘાણાજીરું અને ચપટી સાદું મીઠું નાખી પાણી એડ કરીને મિક્સરમાં પીસવું , જેથી એક પેસ્ટ બનશે.

હવે આ પેસ્ટમાં ઠંડુ પાણી નાખી સાઈડમાં મૂકી રાખવું.

ત્યારબાદ સ્પ્રાઉટનું મિશ્રણ બનાવવા એક બાઉલમાં બાફેલા મિક્સ સ્પ્રાઉટ, બુંદી (પલાળેલી), બાફેલ બટાકા (છાલ ઉતારેલા અને મેશ કરેલ), દળેલું ઘાણાજીરું, લાલ મરચું, એકાદ ચમચી જેટલું કાળું મીઠું અને ચપટી સાદું મીઠું નાખી હાથથી આ મિશ્રણને મિક્સ કરવું.

પછી રેડીમેડ પાણીપુરી લઇ તેમાં સૌપ્રથમ મીઠી ચટણી નાખી તૈયાર કરેલ પુદીનાનું પાણી ભરી તેની ઉપર સમારેલ ડુંગળી અને ઝીણી સેવ નાખી સર્વ કરો.

Comments

comments


9,977 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 5 = 0