બનાવો…. અલગ પ્રકારની વાનગી પુદીના નાન

સામગ્રી

mint_naan1 (1)

* ૧/૨ ટેબલ સ્પૂન ડ્રાય યીસ્ટ,

* ૫ ટેબલ સ્પૂન લુકવોર્મ વોટર,

* ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧/૨ કપ પુદીનાના પાન,

* ૧ ટેબલ સ્પૂન આખું જીરું,

* ૧ ટેબલ સ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,

* ૧ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૧ ટેબલ સ્પૂન પાણી,

* ૧૧/૪ કપ મેંદાનો લોટ,

* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,

* સ્વાદાનુસાર મીઠું,

* જરૂરત મુજબ પાણી,

* જરૂરત મુજબ મિલ્ટેડ બટર,

* ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર.

રીત

સૌપ્રથમ યીસ્ટને એક્ટીવેટ કરવા ડ્રાય યીસ્ટ, લુકવોર્મ વોટર અને ખાંડ નાખી મિક્સ કરી લેવું. આને એક્ટીવેટ કરવા માટે ૪ થી ૫ મિનીટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દેવું. ત્યારબાદ પુદીનાનો પેસ્ટ બનાવવા એક બાઉલમાં પુદીનાના પાન, આખું જીરું, બારીક સમારેલ લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ અને એકાદ ચમચી જેટલુ પાણી નાખીને મિક્સરમાં પીસી લેવું.

હવે નાન બનાવવા માટે બાઉલમાં મેંદાનો લોટ, તૈયાર કરેલ એક્ટીવેટ યીસ્ટ, પુદીનાની તૈયાર કરેલ પેસ્ટ, ઓઈલ, સ્વાદાનુસાર મીઠું અને જરૂરત મુજબ પાણી મિક્સ નાખી સોફ્ટ લોટ બાંધવો. પછી આ લોટને આછા ભીના મલમલના કપડાથી ઢાંકીને અડધી કલાક સુધી સાઈડમાં રાખી મુકવું.

અડધી કલાક બાદ આ લોટના ગુલ્લા કરી મેંદાના લોટ વડે વણવા. પછી નોનસ્ટીકમાં બંને બાજુ શેકાય એટલે ઓપન ફ્લેમે શેકવા. હવે નાન શેકાયા બાદ આના પર મિલ્ટેડ બટર લગાવવું અને કોથમીર નાખવી. ત્યારબાદ તૈયાર છે પુદીના નાન.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,267 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>