સામગ્રી
* ૧/૨ કપ પલાળેલી અડદની દાળ,
* ૧ કપ પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* ૧ ટીસ્પૂન તેલ,
* ૧/૨ ટીસ્પૂન આખુંજીરું,
* ૧/૨ કપ સમારેલ કાંદા,
* ૧/૨ કપ સમારેલ ટામેટાં,
* ૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,
* ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,
* ૧ કપ સમારેલ સ્પીનચ,
* ૧ ટીસ્પૂન પાણી,
* ૨ ટીસ્પૂન લીંબુનો રસ.
રીત
અડદની દાળને બાફવા માટે તવામાં અડદની ડાળ, પાણી, સ્વાદાનુસાર મીઠું, હળદર નાખી જ્યાં સુધી બફાઈ ત્યાં સુધી કુક થવા દેવી ત્યારબાદ ગેસ બંધ કરવો.
હવે નોનસ્ટીકમાં તેલ, આખુંજીરું, સમારેલ કાંદા, ટામેટાં, સમારેલ લીલા મરચાં અને લાલ મરચું નાખીને મિક્સ કરવું ત્યારબાદ તેમાં સમારેલ સ્પીનચ, પાણી, સ્વાદાનુસાર મીઠું, બાફેલી દાળ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરવું તો તૈયાર છે અડદની દાળ અને સ્પીનચ.