બનાવવામાં ઇઝી રેસિપી ‘મકાઈના ઢોકળાં’

સામગ્રી

corn dhokla

* ૧ કપ મકાઈના દાણા,

* ૧/૨ કપ દહીં,

* ૧ કપ સુજી,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ,

* ૧/૨ કપ પાણી,

* ૧૧/૨ કપ ફ્રૂટ સોલ્ટ,

* ૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૨ ટેબલ સ્પૂન પાણી,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૧ ટેબલ સ્પૂન છીણેલું નારિયેળ.

રીત

9283778920_16db58365a_o

એક બાઉલમાં મકાઈના દાણા અને દહીં નાખીને પીસી લેવું. હવે આ બાઉલમાં સુજી, મીઠું, મરચાની પેસ્ટ અને પાણી નાખીને ખીરું તૈયાર કરવું. પછી આ ખીરામાં ફ્રૂટ સોલ્ટ, લીંબુનો રસ અને પાણી (ઉપરથી છાટવું) નાખી ફરીવાર હલાવવું.

હવે એક થાળીમાં તેલ લગાવવું. આ થાળીમાં ઉપરોક્ત તૈયાર કરેલ ખીરું પાથરવું. ખીરું નાખ્યા બાદ થાળી હલાવવું જેથી ખીરું વ્યવસ્થિત થઇ જશે. હવે આ થાળીને ઢોકળાના કુકરમાં મુકવી. ઢોકળાને લગભગ ૧૦ મિનીટ સુધી કુક થવા દેવા. ત્યારબાદ આને ગેસ પરથી ઉતારીને બટકા પાડવા. ગાર્નીશ કરવા માટે પ્લેટમાં ઢોકળાના પીસ મુકીને સમારેલ કોથમીર અને છીણેલું નારિયેળ નાખવું. તો તૈયાર છે મકાઈના ઢોકળાં.

Comments

comments


7,818 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 1 =