બધા ને નુતન વર્ષાભિનંદન ની હાર્દિક શુભેચ્છાઓ!

jk

દિવાળીના પછીના દિવસને ‘બેસતું વર્ષ’ કહેવામાં આવે છે. આ દિવસ ‘કારતક સુદ એકમ’ નો દિવસે હોય છે. આને ‘નવું વર્ષ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને ‘બેસતું વર્ષ’ કહેવાય છે. આ દિવસ થી ‘વિક્રમ સંવત’ અને ‘જૈન વિર સંવત’ નું વર્ષ ચાલુ થાય છે.

આ દિવસે ગોવર્ધન પુજા અને મંદિરોમાં ભગવાન ને અન્નકુટ અર્પણ કરવામાં આવે છે. આ નવા વર્ષની સવારનું આગમન કઈક અલગ જ હોય છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે. બધા લોકો એકબીજા ને પગે લાગે છે, ભેટે છે, આશીર્વાદ લે છે અને પાછલા વર્ષમાં થયેલ ભૂલોને માફ કરીને આગળ વધે છે.

આ દિવસે લોકો નકારાત્મક વિચારોનો ત્યાગ કરે છે અને નવા વર્ષનું પોઝીટીવ વિચારોથી આગમન કરે છે. આ દિવસને ખુશીઓ સાથે અહંકારને હટાવીને મીઠાઈઓથી મોઢું મીઠું કરીને મનાવાય છે.

આમાં લોકો પોતાના ઘરો સજાવે છે, એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપી શુભેચ્છાઓ પાઠવે છે અને લોકોને ઉપહાર પણ આપે છે. આ દિવસે પણ દિવાળીના દિવસની જેમ એકબીજા સાથે મળીને રાત્રે ફટાકડાઓ ફોડવામાં આવે છે. ઘણા લોકો મંદિરે જાય છે અને પોતાના ઇષ્ટદેવના આશીર્વાદ લઇ નવા વર્ષનું સેલિબ્રેશન કરે છે.

બધા ને નવા વર્ષની ભાવભરી શુભકામનાઓ…..

એક નવી સવાર સાથે…. મંગલમય બને તમારું નવું વર્ષ…

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,198 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>