બદલાઈ 100 રૂપિયાની નોટ, આ રીતે ઓળખો અસલી-નકલી નોટ

100 rupee note has changed, now identify the genuine-fake notes

નકલી નોટને ઓળખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એક નવી રણનીતિ અપનાવી છે. એક અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલા સમાચાર અનુસાર, આરબીઆઇએ જાહેરાત કરી છે કે તેને 100 રૂપિયાની નોટ બદલી નાખી છે. નોટિફિકેશન અનુસાર, આરબીઆઇએ મહાત્મા ગાંધી સીરીઝ-2005ની 100 રૂપિયાની નોટને નવી નંબરિંગ પેટર્ન સાથે બહાર પાડી છે.

શું હશે નવું

આરબીઆઇએ એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ નોટોના બન્ને નંબર પેનલોના આંકડા ડાબી-જમણી બાજુથી ચડતા ક્રમમાં હશે, જ્યારે પહેલા ત્રણ આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ (પ્રિફિક્સ)ની સાઈઝ પહેલા જેવી જ હશે. આ બદલાવથી નોટોની સુરક્ષા વધી જશે, કારણ કે સામાન્ય લોકો પણ સિક્યુરિટી ફીચરને સરળતાથી જોઈ શકશે. એવામાં નકલી નોટ ઓળખવી સહેલી થઈ જશે.

અન્ય ક્યા ફીચર્સ હશે

હાલમાં નંબર સિવાય અન્ય કોઈ ફીચર્સ બદલવામાં આવ્યા નથી. માટે નવી નોટમાં પણ રૂપિયાનો સિમ્બોલ રહેશે. સાથે જ બન્ને નંબરિંગ પેનલનની અંદર R લખેલ રહેશે. નોટમાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનની સહીની સાથે છાપકામનું વર્ષ 2015 છપાયેલ હશે. જોકે, નવી નોટ આવી રહી છે તેનો મતલબ એ નથી કે જૂની નોટ ચલણમાં નહીં રહે. જૂની 100 રૂપિયાની તમામ નોટ ચલણમાં રહેશે. બાદમાં બીજી નોટોમાં પણ આ સિક્યિરૂટી ફીચર્સ જોડી દેવામાં આવશે.

100 rupee note has changed, now identify the genuine-fake notes

વોટર માર્ક

કોઈપણ નોટ પર વોટર માર્ક જરૂર જોવો. તમામ અસલી નોટોમાં મહાત્માગાંધીનો ફોટો હોય છે. એ જ ફોટાને આછા શેડમાં વોટરમાર્કમાં પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે નોટને તમે થોડી આડી કરશો તો તે વોટરમાર્ક તમને દેખાશે.

સિક્યોરિટી થ્રેડ

ત્યારબાદ સિક્યોરિટી થ્રેડ પર ધ્યાન આપવું. નોટની વચ્ચે સીધી લાઇનના રૂપમાં હોય છે. જેના પર હિંદીમાં ભારત અને આરબીઆઇ લખેલ હોય છે. નકલી નોટમાં તે મોટા અક્ષરે દેખાય છે અને આરબીઆઇ અને ભારત સ્પષ્ટ નથી દેખાતું. મોટાભાગે બજારમાં આ ફીચર્સને જોઈને જ અસલી નકલી નોટની ઓળખ કરવામાં આવે છે.

ગુપ્ત ઇમેજ

નોટ પર ગાંધીજીના ફોટાની બાજુમાં ગુપ્ત ઇમેજ હોય છે જેટલાની નોટ હોય તેની સંખ્યા લખેલી હોય છે. નોટને સીધી રાખવા પર જ તે જોઈ શકાય છે. જ્યારે નકલી નોટમાં આ ઇમેજ ઉપસેલી નથી દેખાતી.

માઇક્રોલેટરિંગ

નોટમાં બનેલ ગાંધીજીના ફોટાની ઠીક નજીક માઇક્રોલેટરિંગ હોય છે. 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટમાં અહીં આરબીઆઇ લખેલું હોય છે. તનાથી ઉપરની નોટમાં નોટની રકમ લખેલી હોય છે. જેમ કે, 500 રૂપિયાની નોટમાં માઇક્રોલેટર્સમાં 500 લખેલું હોય છે. આ જ અસલી નોટની ઓળખ છે.

ઇન્ટેગ્લિઓ પ્રિંટિંગ

નોટ પર વિશેષ પ્રકારની પ્રિંટિંગ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આ શાહીના કારણે મહાત્માગાંધીનો ફોટો, આરબીઆઇનું સીલ અને પ્રોમાઇસિસ ક્લોસ, આરબીઆઇ ગવર્નરની સાઇનને અડવા પર તે ભાગ ઉપસેલો લાગે છે જે હાથ અડવાથી અનુભવી શકાય છે.

100 rupee note has changed, now identify the genuine-fake notes

આઇડેન્ટિફિકેશન માર્ક

આ ખાસ પ્રકારની નિશાની હોય છે, જે વોટર માર્કની ડાબી બાજુ હોય છે. તમામ નોટોમાં તે જુદા જુદા આકારની હોય છે. 20 રૂપિયામાં તે વર્ટિકલ રેક્ટેંગલ, 50 રૂપિયામાં ચોરસ આકારમાં, 100 રૂપિયામાં ટ્રાઇએંગલ, 500 રૂપિયામાં ગોળ અને 1000 રૂપિયામાં ડાયમંડ આકારમાં હોય છે.

ફ્લોરેસેંસ

નોટ પર નીચેની બાજુ વિશેષ નંબર હોય છે જે તેની શ્રેણી દર્શાવે છે. તેને ફોરેસેંસ શાહીથી પ્રિન્ટ કરવામાં આવે છે. જ્યારે નોટને અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં લઈ જવામાં આવે ત્યારે તે નંબર ઉપસીને દેખાય છે.

ઓપ્ટિકલ વેરિએબલ શાહી

આ વિશેષ શાહીનો ઉપયોગ 1000 અને 500ની નોટમાં કરવામાં આવે છે. નોટમાં વચ્ચો વચ લખેલ 500 અને 1000ના અંકને પ્રિન્ટ કરવામાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નોટ સપાટ હોય ત્યારે આ શાહી લીલા રંગની દેખાય છે અને જ્યારે નોટનો અંગલ બદલવામાં આવે ત્યારે કલર બદલાઈ જાય છે.

સી થ્રૂ રજિસ્ટ્રેશન

વોટર માર્કની બાજુમાં તે ફ્લોરલ ડિઝાઇનના રૂપમાં હોય છે. તે નોટની બન્ને બાજુ દેખાય છે. એક બાજુ તે ખાલી દેખાય છે અને બીજી બાજુ તે ભરેલ દેખાય છે. તેની ઓળખ કરવી થોડું મુશ્કેલ હોય છે, પરંતુ ધ્યાનથી જોવાથી તેને જોઈ શકાય છે.

100 rupee note has changed, now identify the genuine-fake notes

૩૧ ડિસેમ્બર સુધી બદલી શકાશે ૨૦૦૫ પહેલાની નોટ

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ ફરી એકવાર ૨૦૦૫ પહેલાની નોટોના બદલવાનો સમયગાળો વધારી દીધો છે. હવે આપ ૩૧ ડિસેમ્બર સુધી જુની નોટોને બેન્કની કોઇપણ શાખામાં જઇને બદલી શકશો, અગાઉ આરબીઆઇએ આ સમયમર્યાદા ૩૦ જૂન સુધી નિર્ધારિત કરી હતી. આરબીઆઇ આ અગાઉ પણ ઘણી વાર આ સમયમર્યાદામાં ફેરફાર કરી ચુકી છે. હવે આપને થોડોક વધારે સમય મળી ગયો છે. તમે ભવિષ્યમાં પણ બજારમાં ખરીદી વખતે નોટોની તપાસ જરૂર કરો.

જો આપની પાસે હાલની નોટ ૨૦૦૫ કે તેથી જુની હોય તો તરત પોતાની કોઇ નજીકની બેન્ક શાખામાં જઇને તેને બદલી નાંખો. મનીભાસ્કર આપને જણાવી રહ્યું છે કે જો આપે જુની નોટો અત્યાર સુધી બદલી નથી તો શું કરવું પડશે.

કેમ થઇ રહી છે નોટ બદલવાની વાત

આરબીઆઇના જણાવ્યા અનુસાર, ૨૦૦૫ કે તેથી જુની નોટ વધારે સુરક્ષિત નથી. તેની ડુપ્લીકેસી સરળતાથી થઇ જાય છે. જયારે નવી નોટની ડુપ્લીકેસી સરળ નથી. તેનું છાપકામ આધુનિક સુરક્ષા ઉપાયોની સાથે કરવામાં આવ્યું હોય છે. જેથી સરકાર બધી જુની નોટોને બદલીને નવી નોટો ઉપલબ્ધ કરાવી રહી છે. આ પ્રયાસ છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી રહ્યા છે. જો કે, દર મહિને જુની નોટ એક્સચેન્જ કરવાની તારીખો વધી રહી છે. આ વખતે પણ આવેલા નોટિફિકેશન મુજબ બધાને ૩૧ ડિસેમ્બર સુધી પોતાની જુની નોટો એક્સચેન્જ કરવાની છે.

શું કહે છે આરબીઆઇનું નોટિફિકેશન

આરબીઆઇ નોટિફિકેશન મુજબ, કોઇ પણ વ્યક્તિ જેની પાસે ૨૦૦૫ કે તેથી વધુ જૂની નોટો છે તે કોઇપણ ખચકાટ વગર કોઇપણ બેન્ક તેને એક્સચેન્જ કરી શકે છે. આના માટે કોઇ પણ પ્રકારનો વધારાનો ખર્ચ નહીં થાય. એટલું જ નહીં, જો વ્યક્તિ જુની નોટના બદલે નવી નોટ સીધા તેના એકાઉન્ટમાં આવે તો આ સુવિધા પણ બેન્ક તરફથી પ્રદાન કરવામાં આવી રહી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,693 views

One thought on “બદલાઈ 100 રૂપિયાની નોટ, આ રીતે ઓળખો અસલી-નકલી નોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5