બટાટાનું જ્યુસ પીવાના છે ઘણા બધા ફાયદાઓ

7.-How-To-Remove-Stretch-Marks-Naturally

સંપૂર્ણ દેશમાં લોકો આનો ઉપયોગ કરે છે. બધાના ઘરમાં બટાટાની કોઈને કોઈ વાનગીઓ બનતી જ હોય. કોઈ શાકમાં તો કોઈ ખીચડી વગેરેમાં નાખીને અલગ રીતે આનું સેવન કરતા હોય છે. પણ શું તમે જાણો છો આનું જ્યુસ પીવું એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે અંગે?

બટાટાના રસમાં વધારે માત્રામાં આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન એ, બી અને સી ભરપુર માત્રામાં મળી આવે છે. વેલ, આજે અમે બટાટાના જ્યુસ સાથે જોડાયેલ ફાયદાઓ તમને જણાવવાના છીએ.

*  બટાટાનું જ્યુસ બનાવવા માટે દાગ વગરના કે નવા અંકુરિત બટાટાનો જ ઉપયોગ કરવો. આના માટે બટાટાના ટુકડા કરીને મિક્સરમાં પીસવું અને જરૂર મુજબ પાણી નાખવું.

*  જયારે તમે બટાટાનું જ્યુસ પીવો ત્યારે ઘ્યાનમાં રાખવું કે તેનું ખાલી પેટ જ સેવન કરવું. આનાથી તમને ગેસની સમસ્યાથી છુટકારો મળશે.

*  બટાટાનું જ્યુસ પીવાથી તમે સરળતાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકો છો.

*  જો તમારે મોટાપો કમ કરવો હોય તો સવારે નાસ્તો કરતા પહેલા અને રાત્રે સુવાના બે ત્રણ કલાક પહેલા બટાટનો રસ પી લેવો. આનાથી તમારી ભૂખ નિયંત્રિત રહેશે અને તમારું વજન પણ ઘટશે.

*  આનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે અને શરીરના અંગોની સફાઈ થઇ જાય છે.

*  બટાટાના રસમાં એવો ગુણ હોય છે જે સોજેલા ભાગને ઠીક કરે છે. જો તમને પગમાં સાંધાના દુખાવાની તકલીફ હોય તો દિવસમાં ૨ વાર બટાટાનું જ્યુસ પીવું.

*  બટાટાનો રસ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. આના માટે માથાની ત્ત્વચા પર બટાટાનો રસ ૨૦ મિનીટ સુધી લગાવી રાખવો અને બાદમાં ધોઈ લેવો. આનાથી પાતળા વાળ જાડા થઇ જશે.

*  લીવર અને ગોલ બ્લેન્ડર ની ગંદકીને નીકળવા આ જ્યુસ તમને ઉપયોગી નીવડી શકે છે. જાપાનીઝ લોકો હેપેટાઇટીસ થી છુટકારો મેળવવા માટે પોટેટો જ્યુસનો ઉપયોગ કરે છે.

*  બટાટાના રસમાં સેલેરીનો રસ અને કાકડીનો રસ બે ચમચી જેટલો નાખીને પીવાથી પેટની બળતરા દુર થાય છે. આ ઉપરાંત આ જ્યુસ પીવાથી એસીડીટી, અલ્સર અને પેટની સમસ્યા દુર થાય છે.

Comments

comments


15,522 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =