સામગ્રી
* ૧ કપ મગનાં દાળની ખીચડી,
* ૧/૪ કપ ચણાનો લોટ,
* ૨ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ,
* ૨ ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર,
* ૧/૨ ટેબલ સ્પૂન કાળા તલ,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
એક બાઉલમાં મગનાં દાળની ખીચડી, ચણાનો લોટ, આદું-મરચાની પેસ્ટ, બારીક સમારેલ કોથમીર, કાળા તલ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે આમાંથી બોલ્સ બનાવવા અને ડીપ નોનસ્ટીક પેનમાં આને ફ્રાય કરવા. પકોડાને ફ્રાય કરતી વખતે ધીમો તાપ રાખીને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવા. હવે તૈયાર છે ખીચડી પકોડા.