નવી સર્વિસ ૬ મહિનામાં શરૂ થશે : એમેઝોન પણ યુએસ જેવી સેવા શરૂ કરવા સક્રિય
ભારતના ઓલનાઇન ખરીદદારો ઓર્ડર આપ્યાના થોડા જ કલાકોમાં ડિલિવરી મળી જાય એવું ઇચ્છે છે અને સૌથી મોટી ઓનલાઇન રિટેલર ફ્લિપકાર્ટ તેના માટે વિચારી રહી છે. ફ્લિપકાર્ટ ત્રણ કલાકની અંદર જ ગ્રાહકના ઘરે માલ પહોંચાડી દેવાની સર્વિસ શરૂ કરવાનો વિગતવાર અભ્યાસ કરી રહી છે. જોકે ગ્રાહકે ઝડપી ડિલિવરી માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.બેગલુરૂ સ્થિત ફ્લિપકાર્ટ કઇ પ્રોડક્ટ્સ અને કયા શહેરથી શરૂઆત કરવી તેનો અભ્યાસ કરી રહી છે.
ઇકોનોમિક ટાઇમ્સનું માનવું છે કે તે છ મહિનાની અંદર આ ઝડપી ડિલિવરી સર્વિસ શરૂ કરી દેશે. ડબલ્યુએસરિટેલ અને ઇકાર્ટ લોજિસ્ટિક્સના હેડ સુજીત કુમારે કહ્યું હતું કે, આ સર્વિસ માટે અમારે ટેક્નોલોજી અને ભાવનો હિસાબ કરવો પડશે. આવી ડિલિવરી તાકીદની જરૂરિયાતનાના સમયે ઉભી થાય છે, જેમ કે ગ્રાહક કોઇને ગિફ્ટ આપવા માગતો હોય ત્યારે અથવા તો તેને મોબાઇલ ચાર્જર જેવી વસ્તુની તાત્કાલિક જરૂર ઊભી થઇ હોય ત્યારે.
૨૦૦૮માં ફ્લિપકાર્ટમાં જોડાયેલા સુજીત કુમારે ઇકાર્ટ લોજિસ્ટિક્સ દ્વારા ક્યારથી આ સર્વિસ શરૂ કરવામાં આવશે તેની ચોકક્સ તારીખ આપી નહોતી. ફ્લિપકાર્ટના ભાગ તરીકે કામ કરતી ડબલ્યુએસ રિટેલને બાદમાં અલગ પાડવામાં આવી હતી અને હવે ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ પર સૌથી મોટી વેન્ડર છે.