ફ્રૂટ કેક કસ્ટર્ડ પુડિંગ

 

fruit custard pudding cake

સામગ્રી
 •  સ્વીટ કેક બ્રેડ – ૧ પેકેટ
 •  દૂધ – અડધો લિટર
 •  કસ્ટર્ડ પાઉડર – ૨ ટેબલસ્પૂન
 •  ખાંડ – ૪ ટેબલસ્પૂન
 •  મિક્સ્ડ ફ્રૂટ જામ – ૨ ટેબલસ્પૂન
 •  કેળાં – ૧ નંગ
 •  એપલ – ૧ નંગ
 •  દાડમના દાણા – ૧ કપ
 •  દ્રાક્ષ – ૧ કપ
 •  લીંબુનો રસ – ૧ ટીસ્પૂન
રીત
 •  અડધા લિટર દૂધમાં અડધો કપ દૂધ અલગ કરી તેમાં કસ્ટર્ડ પાઉડર અને ખાંડ મિક્સ કરો
 •  બાકીના દૂધને ગેસ ઉપર મૂકી ઉકાળો અને ઉકળતા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરો.
 •  દૂધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
 •  અડધી કેક બ્રેડમાં જામ લગાવી બીજી સ્લાઇસ ઉપર મૂકો.
 •  કેળાં, એપલના નાના-નાના પીસ કરી તેની ઉપર લીંબુનો રસ નાખો.
 •  કસ્ટર્ડ ઠંડું થઈ જાય એટલે હેન્ડ મિક્સરમાં બ્લેન્ડ કરી લો.
 •  હવે એક કાચના બાઉલમાં જામ લગાવેલી બ્રેડ પાથરી તેની ઉપર કસ્ટર્ડ નાખો.
 •  ત્યારબાદ તેમાં સમારેલાં ફ્રૂટ્સ નાખી ફરીથી કેક બ્રેડનું લેયર પાથરો અને તેમાં બાકીનું કસ્ટર્ડ નાખો.
 •  પછી તેમાં બાકીનાં ફ્રૂટ્સ નાખી ફ્રીઝમાં ૩ કલાક માટે ઠંડું થવા દો અને પછી ચિલ્ડ સર્વ કરો.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,718 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>