ફ્રીઝમાં આવતી ગંધને આ સચોટ ઉપાયોથી ભગાવો દુર!!

fridge-foul-odour

ફ્રીઝ બહુ કામની વસ્તુ છે. આમાં તમે શાકભાજી અને અન્ય વસ્તુ ઓ સુરક્ષિત અને ફ્રેશ રાખી શકો છો. જયારે ફ્રીઝ બંધ હોય અને તેમાં પડેલ વસ્તુઓ ખરાબ થઇ જાય ત્યારે વાસી વસ્તુઓની ખુબ જ ખરાબ ગંધ આવતી હોય છે. જયારે આવું થાય ફ્રીઝની સાફ-સફાઈ કરવી ખુબ જ જરૂરી છે.

જયારે ફ્રીઝમાંથી બેડ સ્મેલ આવે ત્યારે તેને દુર કરવા માટે તમે અહી દર્શાવેલ ટીપ્સનો ઉપયોગ કરી શકો છો.

*  જયારે તમે કોઈ જગ્યાએ બહાર ગયા હોવ અને ફ્રીઝ ચાલુ રાખવાનું ભૂલી ગયા હોય ત્યારે તેમાં પડેલ ખાટુ દહીં અને દૂધ ને કારણે ફ્રીઝમાં ખરાબ વાશ આવવા લાગે છે. આ બદબૂને દુર કરવા માટે ફ્રીઝમાં એક વાટકી ખાવાનો ચૂનો ભરીને રાખો. આનાથી ફ્રીઝની ખરાબ વાશ દુર થશે.

*  જયારે ફ્રીઝમાં ગંધ આવે ત્યારે એક વાટકી ખાવાનો સોડા લઇ ફ્રીઝમાં મૂકી રાખવો.

*  બચેલું ખાવાનું વધારે દિવસો સુધી ફ્રીઝમાં ન રાખવું. આ પણ ગંધ ઉત્પન્ન કરે છે.

*  જયારે ફ્રીઝમાં ગંધ ઉત્પન્ન થાય ત્યારે તેમાં તુલસીના ફ્રેશ સુગંધિત પાંદડાઓ કે પુદીનાના પાન રાખી મૂકી રાખવા. આમાંથી પણ તમને ફાયદો થશે.

*  કાપેલા લીંબુને ફ્રીઝમાં રાખી મુકવાથી ગંધ દુર થશે.

*  આ નવા ઉપાય અંગે તો ઓછા લોકો જ જાણતા હશે. એ ઉપાય છે ન્યુઝપેપર. ન્યુઝપેપર માં કોથમીર કે અન્ય પાંદડાવાળી વસ્તુઓને લપેટીને રાખવી. આ સિવાય તમે ન્યુઝપેપરના ચાર પાંચ પેજને વાળીએ ફ્રીઝમાં રાખી શકો છો. માનવામાં આવે છે કે ન્યુઝપેપરમાં ગંધ દુર કરવાની ક્ષમતા રહેલ છે.

*  મીઠાના પાણીમાં એક કપડું પલાળીને ફ્રીઝ સાફ કરી લેવું. ત્યારબાદ ત્રણ થી ચાર કલાક સુધી ફ્રીઝને ખુલ્લું રાખી મુકવું. આનથી ગંધ દુર થશે.

*  ફ્રીઝમાં લીંબુ એક સંતરાની છાલને મુકવાથી ગંધ દુર થાય છે.

*  કોઈપણ તીવ્ર ગંધ આપતી વસ્તુને ફ્રીઝમાં ઢાંકીને રાખવી. આવી વસ્તુઓની સ્મેલ આખા ફ્રીઝમાં છવાઈ જાય છે. તેથી આવી વસ્તુને મુકતા પહેલા ઘ્યાન રાખવું.

Comments

comments


11,504 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4