ફેસબુક પર પ્રાઇવસી રાખવી એક મોટો મુદ્દો બની ગયો છે. યૂઝર્સ પોતાનો પાસવર્ડ બદલીને પ્રાઇવસી જાળવી તો શકે છે. પરંતુ તેનાથી પણ ઘણીવાર મુશ્કેલીઓ ઉભી થાય. ફેસબુક પર એવા કેટલાક ફિચર્સ છે જેને યૂઝર્સ નથી જાણતા, એવા કેટલાક ફિચર્સ છે જેનાથી યૂઝર્સ પોતાના એકાઉન્ટને ટ્રેક પણ કરી શકે છે અને પ્રાઇવસી પણ રાખી શકે છે. અમે તમને બતાવીએ છીએ આવા કેટલાક ફિચર્સ વિશે…
Login Alerts
આ ફિચર્સથી યૂઝર્સને લોગિન માટેનું એલર્ટ મળે છે. કોઇ વ્યક્તિ તમારા ફેસબુક એકાઉન્ટથી લોગિન કરશે તો તરતજ તેની સૂચના તમને મળી જાય છે. આ માટે યૂઝર્સે લોગિન એલર્ટ ફિચર્સને ઇનેબલ કરવું પડે છે. આ ફિચર્સમાં મોબાઇલ અને નોટિફિકેશનું આપ્શન પણ હોય છે. આ ફિચર્સને સેટ કરવા યૂઝર્સે ફેસબુકના સેટિંગ્સમાં જવું પડે છે. આવી રીતે કરો લોગિન એલર્ટને ઇનેબલ.
-: Settings> Security> Login Alerts
Trusted Contects
ઘણીવાર યૂઝર્સ પોતાનો પાસવર્ડ ભૂલી જાય છે અને પરેશાનીમાં મુકાય છે. આવા સમયે આ ઓપ્શન ખુબ કામ આવી શકે છે. આ Trusted Contects ફિચર્સથી પાસવર્ડ ભૂલી ગયા હોવા છતાં પણ લોગિન કરી શકાય છે. તેના માટે Trusted Contects ફિચર્સને ઇનેબલ કરવું પડે છે. એકાઉન્ટ હેક થઇ જાય ત્યારે અથવા તો પાસવર્ડ ભૂલી જવાય ત્યારે યૂઝર્સે પોતાના ફ્રેન્ડ્સ લિસ્ટમાંથી ઓછામાં આછો ત્રણ ફ્રેન્ડને તેમાં નાંખવા પડે છે. આ ઓપ્શનને ઇનેબલ કરવા માટે
-: Settings> Security> Trusted contects
Where You are logged in
આ ફિચર્સથી યૂઝર્સ પોતાના ફેસબુકનું લોગિન જોઇ શકે છે. Where You are logged in ફિચર્સની મદદથી યૂઝર્સે પોતાનું એકાઉન્ટ ક્યાંથી ખોલ્યું, કયાં બ્રાઉઝરથી ખોલ્યું, કઇ ઓપરેટિંગ સિસ્ટમ કે કઇ જગ્યાએથી ખોલ્યું તેની જાણ મેળવી શકે છે. આ ફિચર્સની એક સારી વાત છે કે આ ઓપ્શનના સહારાથી તમે દરેક જગ્યાના એફબીને લોગઆઉટ કરી શકો છો. કારણ કે, આ ફિચર્સમાં એન્ડ ઓલ એક્ટિવીટીનું ઓપ્શન ઉપલબ્ધ છે. Where You are logged inને ઇનેબલ કરવા માટે
-: Settings> Security> Where You are logged in
Deactivated your Account
જ્યારે યૂઝર્સને પોતાના એકાઉન્ટની જરૂરિયાત ના હોય ત્યારે તે Deactivated your Account નામના ઓપ્શનથી એકાઉન્ટને Deactivated કરી શકે છે. આ ફિચર્સનો ફાયદો એ છે કે, તેનાથી યૂઝર્સ ફરીવાર પોતાનું એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે છે. પણ જો એકવાર એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવે તો ફરીથી તેને એક્ટિવેટેડ કરી શકાતું નથી. Deactivated your Account ફિચર્સને ઇનેબલ કરવા માટે
Settings> Security> Deactivated your Account
Lost Your Phone
Lost Your Phone આ ફિચર્સ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે, જ્યારે યૂઝર્સનો ફોન ખોવાઇ જાય ત્યારે યૂઝર્સનાં પ્રાઇવેટ ડેટા અને પ્રાઇવસી જોખમમાં મુકાઇ જાય છે. આવા સમયે Lost Your Phone ઓપ્શનનો ઉપયોગ કરીને યૂઝર્સ એફબીને લોગઆઉટ કરી શકે છે. Lost Your Phone ફિચર્સ સુધી પહોંચવા માટે
-: Settings> Mobile> Lost Your Phone?
સૌજન્ય
દિવ્ય ભાસ્કર