ફેસબુક માટે ખતરો બન્યું Whatsapp!

WhatsApp becomes danger for Facebookમેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે ફેસબુક માટે મોટો ખતરો બની ગઈ છે. હાલમાં જ જાહેર થયેલા એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે લોકો વાત કરવા માટે ફેસબુકની જગ્યાએ વોટ્સએપ તેમજ વીચેટનો વધારે ઉપયોગ કરે છે જેના કારણે હવે ફેસબુક સામે મોટો ખતરો ઉભો થયો છે. નોંધનીય છે કે આ રિસર્ચ કરવા માટે 32 દેશોના 1,70,000 ઇન્ટરનેટ વપરાશકારોના મંતવ્ય લેવામાં આવ્યા આવ્યા હતા.

માર્કેટ રિસર્ચ એજન્સી ગ્લોબલ વેબ ઇન્ડેક્સ (જીડબલ્યુઆઇ)ના રિપોર્ટ પ્રમાણે એશિયાના પાંચ હજાર ભારતીયો સહિત 42 હજાર ઇન્ટરનેટ વપરાશકર્તાઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં માહિતી મળી હતી કે લોકોની દૈનિક જરૂરિયાતોમાં મોબાઈલ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે અને સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનો પ્રભાવ ધીરેધીરે ઘટી રહ્યો છે.

WhatsApp Largets Social Networking App having maximum Active User withing it's first 4 year age in Gujarati

પ્રથમ ૪ વર્ષ મા સોસિયલ મીડિયા નો વપરાશકર્તા આંક (લાખો મા)

પહેલા ચાર વર્ષના જ વિકાસની તુલના કરીએ તો ફેસબુકના 1450 લાખ યુઝર્સ સામે વોટ્સએપના 4190 લાખ યુઝર્સ છે. આની સામે જી-મેઈલના 1230 લાખ, ટ્વિટરના 540 લાખ અને સ્કાઈપના 520 લાખ યુઝર્સ રહ્યા છે. આમ ફેસબુક કરતાં ય વોટ્સએપનો બેઈઝ લગભગ ત્રણ ગણો મોટો રહ્યો છે. સાવ કરકસરભર્યો અંદાજ બાંધીએ તો પણ વોટ્સએપના યુઝરનો બેઈઝ બે વર્ષમાં બે અબજ પર પહોંચે તેવી ધારણા રાખી શકાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,777 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>