ફેસબૂકે કર્યું સ્ક્રેપબૂક ફિચર લોન્ચ

Facebook-Launches-a-New Feature-Scrapbook

દુનિયાની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે નવુ ફિચર લોન્ચ કર્યુ છે.જેમાં પેરેન્ટ્સ પોતાના બાળકના બધા ફોટોને એક જગ્યાએ સ્ટોર કરી શકે છે. આ ફિચરનુ નામ ‘સ્ક્રેપબુક’ છે. કંપનીએ આ ફિચર એવા લોકો માટે લોન્ચ કર્યુ છે કે જે લોકોએ પોતાના બાળકના ફોટોને શેયર કે ટેગ કર્યા હોય તે બધા ફોટોનુ એક કલેક્શન રાખવા માંગતાહોય.

Facebook-Launches-a-New Feature-Scrapbook

ઓર્ગેનાઇઝ એક્સપિરિયંસ

ફેસબુકના આ ફિચર્સની મદદથી જ્યારે બણ તમે તમારા બાળકનો ફોટો શેયર કરી રહ્યા હોવ કે ટેગ કરી રહ્યા હોવ ત્યારે તમે સ્પેશ્યલ ટેગ ક્રિએટ કરી શકશો. આમ કરવાથી ફોટો ઓટોમેટિક સ્ક્રેપબુકમાં એડ થઇ જશે.અહિયા સ્ટોર થયેલો ફોટો તમે તમારા મિત્રો કે પરિવાર જનો સાથે શેયર કરી શકો છો.

Facebook-Launches-a-New Feature-Scrapbookકેવી રીતે ક્રિએટ કરશો સ્ક્રેપબુક

સ્ક્રેપબુકને ક્રિએટ કરવા માટે સૌ પ્રથમ તમારે તમારી પ્રોફાઇલમાં જવાનુ રહેશે. ત્યાર બાદ એબાઉટ ઓપ્શન પર ક્લિક કરો, ત્યા તમને ફેમિલી અને રિલેશનશિપનો ઓપ્શન મળશે ત્યા ક્લિક કરતા તમને સ્ક્રેપબુક ક્રિએટ કરવાનો ઓપ્શ મળશે ત્યાથી તમે સ્ક્રેપબુક સ્ક્રિએટ કરી શકો છો.જો પહેલેથી તમે તમારા બાળકને તમારી પ્રોફાઇલમાં એડ કરેલુ હોય તો તમે ત્યા ક્લિક કરીને સ્ક્રેપબુકમાં બાળકનુ નામ એડ કરી શકો છો.

કંપનીએ હાલમાં આ ફિચર્સને ફક્ત એમેરિકામાં લોન્ચ કર્યુ છે. કંપનીએ ગ્લોબલ લોન્ચ વિશે કોઇ જાણકારી નથી આપી. ફેસબુકનુ આ ફિચર્સનો ઉપયોગ હાલમાં ડેસ્કટોપ, આઇફોન, અને એન્ડ્રોઇડ યુઝર્સ કરી શકેશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,443 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 2