ફેસબુકથી whtasappમાં મેસેજ થઇ શકશે, વિન્ડોઝમાં આવશે વોઇસ કોલિંગ

whatsapp can integrate with facebook voice calling may come to windows

વોટ્સએપને ખરીદ્યાને એક વર્ષ બાદ ફેસબુક હવે એક નવુ ફિચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. મળતા સમાચારો પ્રમાણે ફેસબુક હવે વોટ્સએપ ઇંન્ટિગ્રેશનની તૈયારીમાં છે.

ફેસબુકના હોમ પેજ પર જલ્દીથી યુઝર્સને સેન્ડ બટન મળશે. આ બટન વોટ્સપમાં જેવુ હોય છે તે પ્રમાણે હશે. આ બટન ફેસબુક એક્શન બટનનો એક પાર્ટ હશે. the Geek Time ના એક રિપોર્ટ પ્રમાણે ફેસબુક એપના લેટેસ્ટ વર્જનમાં જમણી બાજુમાં એક એક્શન બટન આપવામાં આવ્યુ હતુ જેને કેટલાક યુઝર્સે નોટિસ પણ કર્યુ હતુ. આ નવા ફિચરથી વોટ્સએપ અને ફેસબુક બન્ને લોકપ્રિય પ્લેટફોર્મ માટે એક નવી પહેલ હશે. જો ઇંન્ટીગ્રેશન સફળ રહેશે તો વોટ્સએપ અને ફેસબુક બન્ને મોબાઇલ મેસેજિંગ માર્કેટને ટાર્ગેટ કરી શકે છે.

whatsapp can integrate with facebook voice calling may come to windows

રિપોર્ટ પ્રમાણે ફેસબુક અને વોટ્સએપ બન્ને વધારે સારા ઇંન્ટિગ્રેશન માટે ટેસ્ટિંગ કરી રહ્યા છે. એવામાં ફેસબુક અને વોટ્સએપ વચ્ચે મેસેજ સેન્ડ કરી શકાશે. જો કે હાલમાં ઇન્ટિગ્રેશન કયા લેવલ પર થઇ રહ્યુ છે તે અંગે કોઇ જ જાણકારી આપવામાં નથી આવી.પરંતુ આ બન્ને એપ્સ વચ્ચે કોમ્યુનિકેશન લગભગ સફળ થશે એવુ લાગી રહ્યુ છે.

વોટ્સએપે તાજેતરમાં જ વોઇસ કોલિંગ ફિચર લોન્ચ કર્યુ છે જે હાલમાં ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે છે. હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે વોટ્સએપ વોઇસ કોલિંગ ફિચર વિન્ડોઝ ફોન્સમાં સૌથી પહેલા લોન્ચ કરવામાં આવશે.

વોટ્સએપ વોઇસ કોલિંગ ફિચર હવે વિન્ડોઝ પ્લેટફોર્મ માટે કન્ફોર્મ છે.સમાચાર પ્રમાણે વોટ્સએપ ટીમે એક યુઝરને રિપ્યાય પણ આપ્યો હતો જેમાં તમેણે જણાવ્યુ હતુ કે વિન્ડોઝ પ્લેટફોર્મ માટે વોઇસ કોલિંગનુ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. જો કે કેટલા સમયમાં વોટ્સએપ વોઇસ કોલિંગ ફિચર વિન્ડોઝ પ્લોટફોર્મ પર આવશે એ અંગે કોઇ જાણકારી નહોતી આપી.

એક ઇવેન્ટમાં વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને જણાવ્યુ હતુ કે વોટ્સએપ કોલિંગ ફિચર વિન્ડોઝ પ્લેટપોર્મની સાથે સાથે iOS પ્લેટફોર્મ પર પણ લોન્ચ કરવામાં આવશે. હવે વોઇસ કોલિંગ ફિચર પહેલ વિન્ડોઝમાં આવશે કે આઇઓએસમાં એ વિશે કોઇ જાણકારી મથી મળી. એક ઇવેન્ટમાં વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને જણાવ્યુ હતુ કે વોટ્સએપ કોલિંગ ફિચર વિન્ડોઝ પ્લેટપોર્મની સાથે સાથે iOS પ્લેટફોર્મ પર પણ લોન્ચ કરવામાં આવશે. હવે વોઇસ કોલિંગ ફિચર પહેલ વિન્ડોઝમાં આવશે કે આઇઓએસમાં એ વિશે કોઇ જાણકારી મથી મળી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,811 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>