ફેયરનેસ ક્રીમ લગાવવાથી થતા ગેરફાયદા

anti-aging-weitere-tipps_800x800

આજ-કાલ દરેક યુવતીઓ ગોરી ત્વચા માટે અલગ-અલગ કંપનીનાં ક્રીમ લગાવે છે. ગોરા થવા માટે લગાવવામાં આવતા ક્રીમ જો લાંબા સમય સુધી લગાવવામાં આવે તો તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે એક પ્રકારની ક્રીમ લાંબા સમય સુધી લગાઓ છો તો તેનાથી તમને ત્વચાનું કેન્સર થવાની પણ શક્યતા છે.

સામાન્ય રીતે ફેયરનેસ ક્રીમ લગાવવામાં ખુજલી સૌથી આમ સમસ્યા જોવા મળે છે. આ અસર ક્રીમ લગાવ્યા બાદ તરત જ જોવા મળે છે. એનાથી બચવા માટે ચહેરાને ઠંડા પાણી વડે ધોઈ લેવું તથા તેના પર તમે બરફનો પણ પ્રયોગ કરો શકો છો. તેનાથી તમારી ખુજલી પણ બંધ થઇ જશે અને ત્વચા ને પણ કોઈ રીતે નુકશાન નહી થાય.

ફેયરનેસ ક્રીમ નો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી એલર્જી પણ થઇ શકે છે. જેનાથી તમારી ત્વચા પર જલન પણ થઇ શકે છે. જો તમને પહેલેથી જ કોઈ પ્રકારની એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતી વખતે તેમાં મિક્સ કરવાવાળી સામગ્રીની તપાસ જરૂર કરો. એનાથી તમને કોઈ પ્રકારની એલર્જી નહિ થાય.

વારંવાર ફેયરનેસ ક્રીમ લગાવવાથી ચામડીનું કેન્સર પણ થઇ શકે છે. મોટા ભાગનાં ક્રીમમાં Hydroquinone અને સ્ટેરોઈડસ જેવા રસાયણો આવેલા હોય છે. જે ત્વચા માટે અત્યંત નુકસાનકારક હોય છે. જો તમે ફેયરનેસ ક્રીમ નો ઉપયોગ કરો છો તો ધ્યાનમાં રાખો કે તે એક ઉચ્ચ ગુણવતા વાળી હોય. ઘણી વખતે ફેયરનેસ ક્રીમના ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીથી ચામડીના કેન્સર ની શક્યતા વધી જાય છે.

ફેયરનેસ ક્રીમ લગાવવાથી ચામડી પરનાં છીદ્રો બંધ થઇ જાય છે. જેનાથી ત્વચા પર પીમ્પ્લ્સ થઇ શકે છે. જો લાંબા સમય સુધી આ પીમ્પ્લ્સ રહે તો એનાથી ત્વચા પર કાયમી નિશાન પણ રહી જાય છે. વધારે પડતા ફેયરનેસ ક્રીમ ના ઉપયોગથી ચામડી અત્યંત સંવેદનશીલ થઇ જાય છે. જેનાથી પ્રકાશના કારણે પણ ચામડી ને નુકશાન થઇ શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,108 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>