Flipkart નો ભાંડો ફૂટ્યો – જાણવા જેવું

Flipkart offering a discount of fake products being sold

ભારતમાં ઓનલાઇન શોપિંગ બિઝનેસ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. અમેઝન, ફ્લિપકાર્ટ, શોપક્લુઝ જેવી કેટલીય ફેમસ વેબસાઇટ્સ કસ્ટમર્સને લોભામણી ઓફર્સ આપતી હોય છે. પરંતુ કેટલીક વખત કંપની બાયર્સને ફેક ઓફર્સ પણ આપતી હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે જેમાં ફ્લિપકાર્ટે એક પ્રોડક્ટ ઓફર્સ આપી છે એટલી જ કિંમત પ્રોડક્ટ પર પણ બતાવવામાં આવી છે. જે પ્રોડક્ટની ઓરિજનલ કિંમત છે. જ્યારે ફ્લિપકાર્ટ તે પ્રોડક્ટની કિંમતને વધારે બતાવીને ડિસ્કાઉન્ટ ઓફર્સ આપી રહ્યુ હતુ.

ફ્લિપકાર્ટની સાઇટ પર એક સેન્ડલ પેયરની ઓફર પ્રાઇઝ 399 રૂપિયા બતાવવામાં આવી હતી. સાથે સાથ વેબસાઇટમાં એ સેન્ડલની કિંમત 799 રૂપિયા બતાવવામાં આવી હતી. કંપનીએ આ પ્રોડક્ટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી હતી. કોઇ પણ ઓનલાઇન યુઝર્સ માટે આ ઓફર્સ સારી છે પરંતુ જ્યારે આ સેન્ડલની ઇમેજને ઝુમ કરીને જોવામાં આવ્યુ તો તેના પર કંપની 399 રૂપિયા કિંમત લખેલી હતી જે જે કંપનીની પ્રોડક્ટ હતી તે કંપનીની પ્રિન્ટ કરેલી પ્રાઇઝ હતી. એટલે કે ફ્લિપકાર્ટ એક તરફથી કસ્ટમર્સને ડિસ્કાઉન્ટની લોભામણી ઓફર્સના નામે પ્રોડક્ટની ઓરિજનલ કિંમતે વેચી રહ્યુ હતુ. સાથે સાથે કંપનીએ બાયર્સને આકર્ષવા માટે આ સેન્ડલની ઓરિજનલ કિંમત કરતા બમણી લખી હતી.

સોશ્યલ મીડિયા પર બન્યો મજાક:-

ફ્લિપકાર્ટની આ ભુલનો સ્ક્રિનશોટ હવે સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. ફેસબુક વોટ્સએપ, ટ્વીટર જેવી સોશ્યલ મીડિયા સાઇટ પર વાઇરલ થઇ રહ્યો છે. સાથે સાથે લોકો ફ્લિપ કાર્ટની આ ફેક ઓફર્સ પર પોતાની કંમેન્ટ્સ પણ લખી રહ્યા છે. એક ફેસબુક યુઝર્સ ફ્લિપકાર્ટ પર કમેન્ટ લખીને જણાવ્યુ હતુ કે ડિયર ફ્લિપકાર્ટ ટીમ જ્યારે અમે ઓનલાઇન શોપિંગ વિશે વિચારીએ છીએ ત્યારે પહેલા તમારી સાઇટ ચેક કરીએ છીએ. તમે મોટી બ્રાન્ડ વેલ્યુ બનાવી છે. પરંતુ આવી ફેક ઓફર્સથી તમે બાયર્સનો ભરોસો તોડી રહ્યા છો સાથે સાથે તમારી બ્રાન્ડ વેલ્યુ પણ ઓછી કરી રહ્યા છો.

Flipkart offering a discount of fake products being sold

મની શંકર શેન નામની એક યુઝર્સની પોસ્ટના જવાબમાં ફ્લિપકાર્ટ લખ્યુ હતુ કે “મની આ વાત માટે સોરી . આ પ્રોડક્ટ ફરીથી ચેક કરો અમે અમારી ભુલને સુધારી લીધી છે. જો કે હવે લોકો ફ્લિપકાર્ટની આ ભુલનો મજાક ઉડાવી રહ્યા છે. ફેસબુક યુઝર શિવકિરણ બોપન્નાઓ લખ્યુ હતુ કે,”સુ સુધાર્યુ એ જ કે હવે તેની કિંમત 799 રૂપિયા છે. સાથે સાથે યશ ચોધરી એ લખ્યુ હતુ કે “આ પ્રોડક્ટની વાત નથી અગાઉ પણ સેલિંગ પ્રાઇસ અને એમઆરપીને લઇને કેટલીય ભુલ સામે આવી છે. જો કે ફ્લિપકાર્ટ આ પ્રોડક્ટને પોતાની સાઇટ પરથી હટાવી દીધી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,040 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>