ફિલ્મ ‘હસીના’ માં પોતાના અવાજમાં ગીત ગાઈ શકે છે શ્રદ્ધા કપૂર

23-shraddhakapoor

બોલીવુડમાં શ્રદ્ધા કપૂર હાલ ખુબ લોકપ્રિય થઇ રહી છે. ફક્ત એક્ટિંગ જ નહિ પણ સિંગિંગ ટેલેન્ટને કારણે પણ તે લોકોના દિલોમાં વસી ગઈ છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ ‘બાગી’ માં ‘સબ તેરા’ અને ફિલ્મ ‘રોક ઓન-2’ માં પણ બધા જ સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે.

દર્શકોને પણ શ્રદ્ધાએ ગાયેલા સોન્ગ્સને ખુબ પસંદ કર્યા છે. તેથી જ અન્ડરવર્લ્ડ દાઉદ ઈબ્રાહીમ ની બહેન ‘હસીના પાર્કર’ પર બનેલી ફિલ્મમાં શ્રધ્ધા પોતાનો આવાજ આપી શકે છે તેવું ફિલ્મનું સંગીત તૈયાર કરનાર મ્યુઝીક કમ્પોઝર સચિન અને જીગર નું કહેવું છે.

મ્યુઝીશિયન સચિન અને જીગરનું માનવું છે કે જો મોકો મળે તો તેઓ શ્રદ્ધાને આ ફિલ્મમાં સોંગ ગાવા નો ચાન્સ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂર અને તેનો ભાઈ સિદ્ધાર્થ કપૂર આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા છે. શ્રદ્ધા ભારતની ટોપ ટેન હિરોઈન માંથી એક છે. તેણીમાં રહેલ એક્ટિંગ અને સિંગિંગ ટેલેન્ટ ને લોકો ખુબ પસંદ કરે છે.

Comments

comments


4,219 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 14