ફિલ્મ ‘શિવાય’માં અજય દેવગણનો લુક રિલીઝ

The film, released Luke sivayamam Ajay DevganThe film, released Luke sivayamam Ajay Devgan

અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ ‘શિવાય’નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મ ‘શિવાય’ને પોતે અજય દેવગણ પણ ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મના ત્રણ અલગ-અલગ પોસ્ટર રિલીઝ થઈ ગયા છે. જેમાં અજય દેવગણ ૩ અલગ અલગ લુક્સમાં જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા પોસ્ટરમાં અજય દેવગણની પીઠ પર ત્રિશુલના ચિન્હ સાથે ‘Destroyer’ એટલે કે, વિધ્વંશ એટલે કે, વિનાશ કરવાવાળો લુક.

આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળશે

જયારે બીજા પોસ્ટરમાં અજય દેવગણ સાંપના ટેટુ સાથે ‘Protector’ એટલે કે, રક્ષકની ભૂમિકા નિભાવનારા કિરદારમાં જોવા મળી રહ્યા છે. આના સિવાય આ ફિલ્મના ત્રીજા લુકમાં અજય દેવગણ ‘Transformer’ એટલે કે, પરિવર્તન લાવવાના લુકમાં જોવા મળ્યા છે.

મોંઘા બજેટમાં બની રહેલી આ ફિલ્મ અજય દેવગણની ડ્રીમ પ્રોજેક્ટ જ બનાવવામાં આવી રહી છે. અજય દેવગણની આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ કનાડા અને કેટલાય દેશોમાં સહીત ભારતમાં થશે. અજય દેવગણની આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની આશા છે.

The film, released Luke sivayamam Ajay Devgan

આ ફિલ્મ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ગંગાજલ’ની સિકવલ

આ ઉપરાંત અજય દેવગણ ફિલ્મ ‘ગંગાજલ-૨’ બનાવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ગંગાજલ’ની સિકવલ છે. ૨૦૦૩માં આવેલી ‘ગંગાજલ’ માંઅજય દેવગણ અને ગ્રેસી સિંહ મુખ્ય કીરદારોમાં જોવા મળ્યા હતા.

પ્રકાશ ઝાએ કહ્યું કે, મે આ ફિલ્મમાં મહિલા કિરદારને મુખ્ય રાખ્યો, કેમ કે, તે મધ્યપ્રદેશની એક મહિલા પોલીસ અધિકારીના સન્માનમાં છે, જેની ઉપસ્થિતિ એક અલગ અંદાજ દર્શાવે છે. જો કે, હાલમાં આ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરી નથી.

આ ફિલ્મ એક મહિલા પોલીસ ઓફિસરની કહાની પર આધારિત

આ ફિલ્મમાં પ્રિયંકા અને અજય ૧૦ વર્ષ બાદ ફિલ્મમાં એકસાથે કામ કરશે. પ્રકાશ ઝા આ ફિલ્મને એક મહિલા પાત્રને કેન્દ્રમાં રાખીને બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ પ્રકાશ ઝા અને અજય દેવગણ મળીને કરી રહ્યા છે. નિર્દેશક પ્રકાશ ઝાનું કહેવું છે કે, આ ફિલ્મની કહાની એક વાસ્તવિક જીવનથી પ્રેરિત છે. જેમાં સમાજ અને પોલીસના સબંધને પ્રકાશવામાં આવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,474 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>