ફિલ્મ ‘વેલકમ બેક’એ રિલીઝ પહેલા જ ધમાલ મચાવી

ફિલ્મ 'વેલકમ બેક'એ રિલીઝ પહેલા જ ધમાલ મચાવી

– ફિલ્મમાં 64 કિલો સોનાની રિંગ જોવા મળશે
– સોનાની આ રિંગ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં શામેલ

કોમેડી માટે જાણીત અનિઝ બાઝમી ફરી એકવાર ધમાકેદાર કોમેડી ફિલ્મ વેલકમની રિમેક સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે, ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી ત્યાં જ તે ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ધમાલ મચાવે તે પહેલા જ એક મોટ ધમાકો કરી નાખ્યો છે.

ફિલ્મ વેલકમની સિક્વલ વેલકમ બેકની શૂટિંગ દરમિયાન જ એક વર્લ રેકોર્ડ રચ્યો છે. આ રેકોર્ડ છે રિંગનો. ફિલ્મમાં એક સીન દરમિયાન અનિલ કપૂર(મનુ ભાઈ) પોતાની લેડી લવને ભેટમાં એક 64 કિલોની સોનાની રિંગ આપે છે. આ રિંગને પહેલીવાર જ્વેલરી શોરૂમમાં ટ્રોલી પર પ્રદર્શન માટે રાખવામાં આવી છે.

વેલકમની સિકવલ એવી આ ફિલ્મમાં અક્ષયને સ્થાને જોનને લેવામાં આવ્યો છે. આ સાથે આ ફિલ્મમાં નવા કલાકારોમાં શ્રુતિ હસન, ડિમ્પલ કપાડિયા, શાઇની અહુજા અને નસરુદ્દીન શાહ જોવા મળશે. જ્યારે ફિલ્મમાં ફિરોઝ ખાનને સ્થાને આ વખતે અમિતાભ બચ્ચન જોવા મળશે.

માર્ચ 2015માં આ ફિલ્મ રિલીઝ થશે. અગાઉ ડિસેમ્બર 2007માં આવેલી વેલકમે દિવાળી ટાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરિના કૈફની જોડી હિટ રહી હતી. ફિલ્મ પણ દર્શકોને ખાસ્સી પસંદ આવી હતી. ત્યારે ‘વેલકમ બેક’ સાથે પણ દર્શકોની ઘણી આશાઓ જોડાયેલી છે.

ફિલ્મ 'વેલકમ બેક'એ રિલીઝ પહેલા જ ધમાલ મચાવી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,433 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>