ફિલ્મ ‘રઈસ’ માં સની લિયોન કરશે શાહરૂખ ખાન સાથે રોમાન્સ

sunny-srk

બોલિવૂડની બેબી ડોલ સન્ની લિયોન શાહરૂખ ખાનની ફિલ્મ માં આઇટમ નંબર કરતી જોવા મળશે. સની જલ્દીથી શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ માં આઇટમ સોંગ કરતી જોવા મળશે.

ચર્ચા છે કે Srk ની ફિલ્મ ‘રઈસ’ માં સની પર ફિલ્મ ‘કુર્બાની’ નું સુપરહીટ સોંગ ‘લેલા ઓ લેલા’ નું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. 1980 માં આવેલ ફિલ્મ ‘કુર્બાની’ માં ફિરોઝ ખાન અને ઝીનત અમાન દ્વારા કરવામાં આવેલ આ સોંગમાં હવે સની લિયોન, શાહરૂખ ખાન ને પોતાની સાથે ડાન્સ કરાવતી જોવા મળશે. આ સોંગ ના શૂટિંગ માટે મુંબઈના મહેબૂબ સ્ટુડિયામાં એક ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ માટે સ્ટુડિયામાં જુનો રેટ્રો બાર પણ બનાવવામાં આવ્યો છે. જેમાં સની અને શાહરૂખ ડાન્સ કરશે. આ ફિલ્મમાં શાહરૂખ એક દારુના વિક્રેતા તરીકેની ભૂમિકા ભજવશે. જોકે, ફિલ્મ ‘જેકપોટ’ ના પ્રમોશન દરમિયાન સનીએ જણાવ્યું હતું કે. મને શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા છે જયારે શાહરૂખે પણ જણાવ્યું હતું કે જયારે મને સની લિયોન સાથે કામ કરવાનો ચાન્સ મળશે તો હું જરૂર કામ કરીશ.

sunny-leone_640x480_81428572343

રાહુલ ઢોલકિયા દિગ્દર્શિત ફિલ્મ રઈસ માં શાહરૂખ એક ગેંગસ્ટર ની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં તેમની કો-એક્ટર પાકિસ્તાની અભિનેત્રી માહિર ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1980 ના દશક ના ‘અન્ડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફ શેખ’ ના જીવન પણ આધારિત છે.

આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે, જે ફિલ્મ માં પોલીસ અધિકારી ની ભૂમિકા નિભાવશે. તમને જણાઈ દઈએ કે આ ફિલ્મ આ વર્ષે ઈદના ફેસ્ટીવલમાં રીલીઝ થશે.

જણાવી દઈએ કે ૨૦૧૨માં આવેલ ફિલ્મ ‘જીસ્મ 2’ થી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર સની લિયોને ફિલ્મ  ‘શૂટ આઉટ એટ વડાલા’ માં પણ ‘લેલા’ નામનું આઈટમ સોંગ કર્યું હતું.

Comments

comments


5,075 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 5 = 0