બોલિવૂડ અભિનેત્રી શ્રેયા પીલ્ગાવ્કર ‘ફેન’ માં મળેલ પ્રશંસાથી ખુબ ખુશ છે. શ્રીયા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સચિન પીલ્ગાવ્કર ની પુત્રી છે. આ ફિલ્મ માં તેણીએ શાહરુખ ખાનની પ્રેમિકા નો રોલ ભજવ્યો છે.
મનીષ શર્માના બેનર હેઠળ બનેલ ફિલ્મ ફેન માં શાહરુખ ખાન ડબલ રોલમાં છે. ફેન ફિલ્મ એ બોક્સ ઓફીસમાં કમાઈનું પણ સારું એવું કલેક્શન કર્યું છે. આ ફિલ્મની સ્ટોરી સુપરસ્ટાર આર્યન ખન્ના અને તેમનો સૌથી મોટો ચાહક ગૌરવની છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે ડાયરેક્ટરે ૭૫૦ છોકરીઓના ઓડીશન લીધા હતા, જેમાંથી શ્રીયા પીલ્ગાવ્કર ને પસંદ કરવામાં આવી હતી.
શ્રીયાએ જણાવ્યું કે, હું લોકોની પ્રતિક્રિયાથી ખુબ છુ. સાચું કહું તો મને ફેન માટે પ્રશંસાની ઉમ્મીદ નહતી, કારણકે ફિલ્મ માં મારી ભૂમિકા ખુબ નાની છે.’ જોકે, લોકોએ મારા અભિનયના વખાણ કર્યા છે તેથી હું ખુબ ખુશ છું.