વરુણ ધવન, જ્હોન અબ્રાહમ અને જૅકલીન ફર્નાન્ડિઝ ની ફિલ્મ ‘ઢીશૂમ’ ટૂંક સમયમાં સિનેમાધરોમાં દસ્તક આપવાની છે. આ ફિલ્મમાં એક ધમાકેદાર આઈટમ સોંગ છે. આ એક એક્શન ફિલ્મ છે, જેમાં તમને એક્શનની સાથે ગ્લેમરસની છબી પણ જોવા મળશે.
શું તમે જાણો છો વરુણની પાછળ આ ચહેરો કોનો છે? વેલ, જણાવી દઈએ કે આ આઈટમ સોંગમાં જૅકલીન ફર્નાન્ડિઝ નહિ પણ ‘હસી તો ફસી’ અને ‘ઇશ્કઝાદે’ જેવી ફિલ્મ કરનાર પરિણીતી ચોપડા છે. જેણે આમાં કાળા અને ગોલ્ડન કલરનો પોશાક પહેર્યો છે.
આ આઈટમ સોંગનું ટાઇટલ ‘જાનેમન આહ’ છે. આમાં બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. પરિણીતિ વેઇટ લોસ કર્યા બાદ પહેલીવાર આઈટમ સોંગમાં નજર આવી છે. આ સોંગને વરુણ ઘવને પોતાના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટ માં રીલીઝ કર્યું છે. ‘ઢીશૂમ’ ક્યારે રીલીઝ થશે તે અંગે કોઈ જાણકારી નથી પણ બકરીદ ની આજુબાજુ રીલીઝ થઇ શકે તેવી સંભાવના છે.
જણાવી દઈએ કે હાલ પરિણીતિ ચોપડા ‘મેરી પ્યારી બિંદુ’ ના શુટિંગમાં વ્યસ્ત છે.