ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં સલમાને યુલિયાને આપ્યો ગીત ગાવાનો ચાન્સ!!

500778-sallu-iulia

હાલમાં બોલીવુડના મોસ્ટ એલીજીબલ બેચલર સલમાન અને નવી રોમાનિયન ગર્લફ્રેન્ડ યુલિયા વન્તુરના લગ્નની હમણાંથી ચર્ચાઓ બંધ થઇ ગઈ છે. વિદેશી યુલિયા બોલીવુડમાં સલમાન ખાનને લીધે મીડિયા માં છવાયેલ રહે છે.

લગભગ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં બધા જ જાણે છે કે સલમાન ખાન જેના પર મહેરબાન થાય તેના માટે કઈ પણ કરી શકે છે. સલમાનને બોલીવુડ ના ‘ગોડફાધર’ માનવામાં આવે છે. હાલ તેઓ રોમાનિયન ગર્લફ્રેન્ડ યુલિયાના ગોડફાધર બનેલ છે.

તેથી જ તો યુલિયા દિવસેને દિવસે બોલીવુડમાં સકસેસ થતી દેખાઈ રહી છે. સલમાન ખાન ને કારણે જ તે સુપરડુપર હીટ કપિલ શર્માના શો માં જોવા મળી હતી. બાદમાં હિમેશ રેશમિયા સાથે એક ‘Every Night And Day’ નામનું ગીત ગાતા પણ જોવા મળી.

લાગે છે કે સલમાન દિવસેને દિવસે યુલિયા પણ વધારે જ મહેરબાન થતા જાય છે તેથી જ તો તેઓ યુલિયાને પોતાની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં ગીત ગાવાનો ચાન્સ આપી રહ્યા છે. યુલિયા એક સારી સિંગર છે.

salman_lulia_1463555181

જોકે, ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં યુલિયા કયું સ્પેશ્યલ સોંગ ગાશે તેના અંગે કોઈ જાણકારી નથી. આના પહેલા પણ તેણી સલમાન માટે ‘મેં હું હીરો તેરા’, ‘બેબી કો બેસ પસંદ હે’ જેવા સોંગ ગાઈ ચુકી છે અને તેને આના માટે ફીડબેક પણ સારા મળ્યા છે. કદાચ તેથી જ સલમાને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની ઓફર આપી હશે.

ઉલ્લેખનીય છે કે ‘ટ્યુબલાઈટ’ નું નિર્દેશન ‘એક થા ટાઈગર’, ‘બજરંગી ભાઈજાન’ બનાવી ચૂકેલ કબીર ખાન ના બેનર હેઠળ બની રહી છે. આ એક સોશિયલ પોલીટીકલ ડ્રામા ફિલ્મ છે. જે ક્રોસ બોર્ડર પર આધારિત લવ સ્ટોરી છે. જેમાં ભારતના છોકરાને ચીની છોકરા સાથે પ્રેમ થઇ જાય છે.

Comments

comments


4,508 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 11