ફિલ્મ ‘કિક’ ના સિક્વલ માં જોવા મળશે કૃતિ સેનન

maxresdefault

વર્ષ 2014 માં ઈદ પર બોક્સ ઓફિસ પર સારું એન્ટરટેઇનમેન્ટ કરીને રેકોર્ડ કરનારી ફિલ્મ કિક નો આગલો ભાગ ‘કિક 2’ ની રાહ લોકો અધીરાઈપૂર્વક જોઈ રહ્યા છે. ‘કિક’ ની સકસેસ બાદ ડાયરેક્ટરે ‘કિક 2’ બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ, ફિલ્મ ‘કિક 2’ માં આ વખતે જૅકલીન ફર્નાન્ડીઝ નહિ પણ કૃતિ સેનન સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘કિક’ એ જૅકલીન ના કેરિયર ની સાથે સાથે તેની લાઈફ પણ બદલી નાખી હતી.

સૂત્રોએ જણાવ્યા મુજબ ‘કિક 2’ માટે ડાયરેક્ટરે કૃતિ પહેલા એમી જેકસન ને આ રોલ ઓફર કર્યો હતો પરંતુ, બીજી ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત હોવાને કારણે એમી જેકસને આ રોલ પ્લે કરવા માટે ના પડી દીધી. ત્યારબાદ ફિલ્મ ના દિગ્દર્શકે આ રોલ કૃતિ સેનન ને અપ્રોચ કર્યો અને તે તરત જ સલમાન ખાન સાથે ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગઈ.

bollywood-latest-news-kriti-sanon-rejects-sultan-movie

જયારે કૃતિ સેનન શાહરૂખન ની ફિલ્મ ‘દિલવાલે’ માં જોવા મળી હતી ત્યારથી બોલીવુડની નવી બેબ કૃતિ ના દિવસો ચમકવા લાગ્યા અને તેણે ધણી બધી મોટી ઓફરો પણ મળી હતી જેમાં ‘કિક 2’ પણ શામેલ છે. આની સાથે એ ખબર પણ પાક્કી થઇ ગઈ કે ‘કિક 2’ માં જૅકલીન ફર્નાન્ડીઝ સલમાન સાથે નજરે નહિ આવે.

જણાવી દઈએ કે કિક 2 માં સલમાન ખાન ડબલ રોલ માં ભૂમિકા ભજવતો જોવા મળશે. કૃતિ સેનન આના પહેલા સલમાન નો શો ‘બિગબોસ’ માં આવી હતી અને તેણે સલમાન સાથે હમ દિલ દે ચુકે સનમ નો સીન કરીને સલમાન ને ખુબ ઈમ્પ્રેસ કર્યો હતો.

આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રીલીઝ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘સુલતાન’ ના શૂટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઈદ ના પર્વમાં શાહરૂખ ખાન ની ફિલ્મ ‘રઈસ’ ની સાથે રીલીઝ થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,031 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>