‘ફાયર પાન’ વિષે સાંભળ્યું છે ક્યારેય? ફૂડ માર્કેટમાં આવ્યું નવું ફાયર પાન….

5

આપણા ભારત દેશમાં લોકો અલગ અલગ પાન ખાવાના બહુ શોખીન છે. શું તમે ક્યારેય ખાધું છે ગરમ ગરમ ઘુમાડાઓ કાઢે તેવું સળગતું પાન? ફાયર પાન એટલે આગ વાળું પાન. આ પાન ની આગ ને મોઢામાં નાખતા જ માત્ર ૧ સેકન્ડમાં જ ઓલવાઈ જાય છે.

આ પાન મોઢામાં કોઈ તકલીફ નથી આપતું. ઉપરાંત સામાન્ય પાન કરતા આનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ યુનિક પાન ની શોધ રાજકોટના ચુન્ની લાલે કરી છે. તમને આપણા ગુજરાતના રાજકોટ સ્થિત રિંગ રોડ એરિયામાં સરળતાથી ઉપલબ્ધ થશે. ખરેખર, આને ખાવાનો એક અલગ જ અહેસાસ છે. જોકે, હાલ આ પાન લોકોની પસંદ બની ચુક્યું છે.

લોકો આને ખાવાનું પસંદ કરે છે. આ ફાયર પાન ને મોં માં રાખતા જ તે ઠંડકનો અહેસાસ કરાવશે. આને પુરુષ, સ્ત્રી અને બાળકો વગેરે તમામ લોકો ખાવાનું પસંદ કરે છે. આ પાનમાં જે મસાલો નાખવામાં આવે છે તે સંપૂર્ણપણે હર્બલ, આયુર્વેદિક હોય છે.

હાલમાં આ પાન મોટાભાગે ઘણા બધા સીટીઓ માં ઉપલબ્ધ છે, જેમકે અમદાવાદ, દિલ્લી, સુરત વગેરે… નીચે આ પાન નો વિડીયો બતાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમે તમને આ ફાયર પાન’ પહેલા મોમાં નાખતા જ સિગારેટ ની જેમ ઘુમાડા કાઢે તેવા એડીબલ બિસ્કિટ વિષે જણાવી ચુક્યા છીએ.

Comments

comments


8,068 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 11