ઠંડીમાં શરીર ડ્રાઈ થવાથી સ્કીન ફાટવા લાગે છે. આના માટે આપણે શરીરના ફાટેલા ભાગમાં ક્રીમ લગાવીએ તો એ ઠીક થઇ જાય છે. પણ જો હોંઠ ફાટે તો શું કરવું. જોકે, આના માટે પણ માર્કેટમાં અલગ અલગ પ્રકારના ક્રીમ મળે છે. પણ નેચરલ રીતે લીપ્સ ને બ્યુટીફૂલ બનાવવા માટે તમે આ ઉપાય વાપરી શકો છો.
* બીટના રસમાં મલાઈ મેળવીને જેટલું સંભવ હોય તેટલી વાર હોંઠ પર લગાવો.
* ઠંડીમાં ફટતાં હોંઠથી બચવા માટે આ ઉપાયને આયુર્વેદમાં સૌથી વધુ ચમત્કારી માનવામાં આવે છે. આ ઉપાય એ છે કે સરસોના તેલને થોડું ગરમ કરીને તમારી નાભી (ડુંટી) પર લગાવવું. આની અસર તમને ૧૨ કલાક માં જણાઈ જશે.
* ગુલાબ ની પાંદડીને પીસીને તેમાં ગ્લિસરીન મેળવો. આ બંને ને બરાબર મિક્સ કરીને આ મિશ્રણને રોજ અડધી કલાક માટે હોંઠ પર લગાવી રાખો. બાદમાં સાદા પાણીથી હોંઠને ઘોઈ લેવા. આ એકદમ સોફ્ટ બની જશે.
* લીંબુ માં પ્રાકૃતિક એસીડ હોય છે. આમાં શરીરના કાળા દાગોને ઘસીને દુર કરવાની ક્ષમતા રહેલ હોય છે.
* ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે લિપસ્ટિક લગાવવાથી પણ હોંઠ કાળા થાય છે. તેથી આને અવોઇડ કરવું.
* ઓલીવ ઓઈલ અને વેસેલીન ને એકસાથે મેળવીને દિવસમાં ત્રણ કે ચાર વાર લગાવવાથી ફાયદો થાય છે.
* નારીયેલ ઓઈલ લગાવવાથી લીપ્સ મુલાયમ બનશે.
* દાડમની છાલનો પાવડર બનાવી મધ સાથે મિક્સ કરીને હોંઠ પર લગાવવાથી પણ હોંઠની કાળાશ દુર થાય છે.
* એક ચમચી મધમાં ચાર થી પાંચ ટીપા બદામનું તેલ નાખી હોંઠ પર લગાવવું. આનાથી તમારા હોંઠ ગુલાબી બનશે. હોંઠને વધારે ચાટવા નહિ. કારણકે આનાથી પણ હોંઠ કાળા થાય છે.