યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમના પાસે દરેક એપ્સ માટે કેટલાય ઓપ્શન હોય છે. એટલે તેઓ ગુગલ પ્લે પરથી પોતાના કામની દરેક એપ્સને ઇન્સ્ટોલ કરી શકે છે. બસ, આવી જ રીતે જે યુઝર્સ ગેમ્સના શોખીન છે તે પણ ગુગલ એપ્સ પર જઇને પોતાની પસંદગીની ગેમ્સ ડાઉનલોડ કરી શકે છે. પણ અમે તમને એવી ગેમ્સ વિશે બતાવી રહ્યા છે જેને રમવામાં તમને મજા આવી શકે છે. તેમાં ડિફરન્ટ પઝલ, ફાઇટ, સ્નેકની સાથે સાથે અલગ અલગ રીતની ગેમ્સનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ તમામ ગેમ્સ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને યુઝર્સ તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકે છે.
Enemy Strike
જે યુઝર્સ ગેમ્સમાં મિશન પસંદ કરે છે, ખાસ કરીને જેમાં ગન હોય અને તેનાથી દુશ્મને મારવાનો હોય તેવા યુઝર્સ માટે આ એક શાનદાર ગેમ છે. આ ગેમમાં યુઝર્સ પર્સનલ શૂટર મિશન પર હોય છે જે દુશ્મનના એરિયમાં જઇને ફાઇટ કરે છે. આ ગેમમાં હાઇટેક ગનની સાથે બૂલેટપ્રૂફ જેકેટ, બોમ્બ, મેડિકલની સુવિધા પણ મળે છે.
ગેમ વિશે
સાઇઝ ઇન્ટોલ એન્ડ્રોઇડ
40MB 5 કરોડ 2.3 અને તેનાથી લેટેસ્ટ
Final Fantasy Record Keeper
જે યુઝર્સને ફાઇટ ગેમ્સ પસંદ આવે છે તેના માટે આ એક બેસ્ટ ગેમ્સ છે. આ ગેમમાં યુઝર્સને મિશન પુરુ કરવાનો પડકાર હોય છે. તેના માટે યુઝર્સે પસંદગીના હિરોની ટીમ તૈયાર કરવી પડે છે જે મિશનને અંજામ આપે છે. આમાં જાપાનીઝ હિરો વધારે જોવા મળે છે. જોકે, જાપાનમાં આ ગેમ ખુબ લોકપ્રિય બની છે ત્યાં આ ગેમને 5 મિલિયન યુઝર્સ ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે.
ગેમ વિશે
સાઇઝ ઇન્સ્ટોલ એન્ડ્રોઇડ
73MB 50 લાખ 2.3 અને તેનાથી લેટેસ્ટ
Snake Rewind
નોકિયા ફોનની સ્નેક ગેમ્સને કેટલાય યુઝર્સે રમી છે. આ ગેમમાં અંગૂઠાની એક્સરસાઇઝ થઇ જાય છે, બસ આવી જ કોઇ થીમ પર આ ગેમ છે. જોકે, આમા દમદાર ગ્રાફિક્સની સાથે બીજા કેટલાક ઓપ્શન પણ આપેલા છે. તેનાથી ગેમ્સમાં નવાપણું જોવા મળે છે. યુઝર્સને આ પસંદ આવી શકે છે લેવલ પ્રમાણે તેમાં મ્યૂઝીક પણ બદલાય છે.
ગેમ વિશે
સાઇઝ ઇન્સ્ટોલ એન્ડ્રોઇડ
26MB 5 લાખ 4.0 અને તેનાથી લેટેસ્ટ
Twenty
જે યુઝર્સને પઝલ ગેમ્સ ગમે છે તેવા યુઝર્સને આ ગેમ્સ જરૂર પસંદ આવશે. આ ગેમમાં તમારે નંબરની પેર બનાવવાની હોય છે. જેવો તમે બે સરખા નંબરની પેર બનાવશો તે એક નંબર વધારેવાળું બોક્સ બની જશે. તમે 2 નંબરવાળા બે બોક્સની પેર બનાવી હશે તો તે એકબીજા સાથે ભળીને 3 બની જશે. ત્યાર બાદ આ બોક્સને ત્રણ નંબરવાળા બોક્સની સાથે જોડવું પડશે. જે ચાર બની જશે. આવો ક્રમ 20 નંબરના બોક્સ સુધી ચાલું રહેશે. આ બોક્સ તમારે અમૂક સેકન્ડની અંદર જોડવાની રહેશે નહી તો એક નવું લેયર આવી જશે અને આ ક્રમ આમને આમ ચાલતો રહેશે.
ગેમ વિશે
સાઇઝ ઇન્સ્ટોલ એન્ડ્રોઇડ
4.5MB 5 લાખ 4.1 અને તેનાથી લેટેસ્ટ
Block Puzzle
આ એક પઝલ ગેમ છે. જેમા એક બોક્સના અંદર બ્લોકને ફિટ કરવાનો હોય છે. આ ગેમમાં પહેલાથી જ બ્લોક હોય છે જેને બોક્સની અંદર તેની પોઝીશન પ્રમાણે સેટ કરવાના હોય છે. આ ગેમમાં 6,000 ફ્રી પઝલ છે, અને 3 ગેમ મૉડલ આપ્યા છે. આમાં 5 ડિફિકલ્ટી લેવલ પમ આપ્યા છે. આ બ્લોક જુદાજુદા કલરના હોય છે.
ગેમ વિશે
સાઇઝ ઇન્સ્ટોલ એન્ડ્રોઇડ
ડિવાઇસ પ્રમાણે 5 કરોડ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર