ફવાદ ખાન સાથે સિલ્વર સ્ક્રીન શેર કરશે કટરીના કૈફ

fawad-khan-katrina-2282016

બોલીવુડની બાર્બી ડોલ કટરીના કૈફ અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સિલ્વર સ્ક્રીન પર એકસાથે રોમાન્સ કરી શકે છે. કેટરીના આજના યંગ સ્ટાર એટલેકે  ‘હમસફર’, ‘ઝીંદગી ગુલઝાર હે’ અને ‘દાસ્તાન’ વગેરે જેવા સુપરહીટ ટેલીવિઝન શો કરનાર ફવાદ ખાન સાથે પહેલી વાર સ્ક્રીન પર જોવા મળશે.

હાલમાં કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘બાર બાર દેખો’ પણ ધૂમ મચાવી રહી છે. જાણકારી અનુસાર કરન જોહર અને ફોકસ સ્ટુડિયોની આગલી પ્રોડક્શન ફિલ્મ માટે કટરીના અને ફવાદ ખાનને સાઈન કરવામાં આવ્યા છે.

આ ફિલ્મનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે. આનું નામ ‘સુફી’ છે. જે પંજાબ પર આધારિત લવ સ્ટોરી છે. ફવાદ ખાનની ધર્મા પ્રોડક્શન સાથેની આ બીજી ફિલ્મ થશે. આ પહેલા તેઓ કરન ની ‘કપુર એન્ડ સંસ’ કરી ચુક્યા છે. જોકે, હાલમાં આ બંને સ્ટાર્સે કોઈ ઓફીશીયલ સ્ટેટમેન નથી આપ્યું.

ફવાદ ખાને બોલીવુડમાં સોનમ કપૂર સાથે ફિલ્મ ‘ખૂબસૂરત’ થી દેબ્યુંટેન્ટ કર્યું હતું. ત્યાર પછીની તેમને બધી ફિલ્મ્સ ધર્મા પ્રોડક્શન સાથે કરી. તેમની અપકમિંગ ફિલ્મ ‘એ દિલ હે મુશ્કીલ’ છે.

Comments

comments


5,177 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 − 2 =