ફરી વખત આ ફિલ્મ માટે ગીત ગાશે સલમાન ખાન

c31259d562a9c6b1495b8cc6fe27805c_ls

હાલમાં સલમાન ખાન ફિલ્મ ‘સુલતાન’ ને કારણે ચર્ચામાં છે. સલમાન ખાન બોલિવૂડના અભિનેતા રણદીપ હૂડાની આગામી ફિલ્મ ‘લાલ રંગ’ માં ગીત ગાતા નજરે આવશે. જયારે બોલીવુડના દબંગ ખાન ગીત ગાય ત્યારે તેમના કરોડો પ્રશંસકોને ખુબજ પસંદ આવે છે. ફક્ત એક્ટિંગ ને લીધે જ નહિ પણ પોતાના સિંગિંગ ટેલેન્ટ ને કારણે પણ સલમાન ના ખુબ ચાહકો છે.

આની પહેલા સલમાને પોતાની હોમ પ્રોડક્શન  ફિલ્મ ‘હીરો’ માં ‘મે હું હીરો તેરા’ માં ગીત ગયું હતું, જે દર્શકોને ખુબ પસંદ આવ્યું હતું. મીડિયા અનુસાર સલમાન ‘લાલ રંગ’ નામના ફિલ્મમાં પાર્શ્વ ગીત ગાતા દેખાશે. આ સોંગનું ટાઈટલ છે ‘પ્યાર મેં’. ફિલ્મ માં આ ગીત રણદીપ પર ફિલ્માંકન કરવામાં આવશે.

રણદીપ હૂડાની ફિલ્મ ‘લાલ રંગ’ કરીયાણાના બ્લડ ડોનેશન કૌભાંડ પર આધારિત છે, જેમાં રણદીપ, શંકર નામના વ્યક્તિનો કિરદાર નિભાવશે. જે એક યુવાન ને પોતાના ગેરકાનૂની બ્લડ ડીલીંગના કામમાં શામેલ કરે છે અને ત્યારબાદ શરુ થાય છે ખૂની ખેલ.

457

રણદીપ હૂડા અને સલમાન ખાન બંને સારા મિત્રો છે. સુત્રો અનુસાર રણદીપે પોતાના ફિલ્મ માં સલમાન ગાય તે માટે રીક્વેસ્ટ પણ કરી હતી. તેથી સલમાને રણદીપની વાત માનતા આ રીક્વેસ્ટને એક્સેપ્ટ કરી. ખરેખર, આ ફિલ્મ માટે રણદીપે સલમાનને જણાવ્યું હતું કે તેઓ બ્લડ ડોનેશન કૌભાંડની કહાની પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેથી તેઓ આ ફિલ્મ માં સોંગ ગાય. આ એક ઈમોશન વિડીયો હશે, જે ફિલ્મનો હિસ્સો નથી.

આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ તરીકે અક્ષય ઓબેરોય, પિયા બાજપાઈ રજનીશ દુગ્ગલ અને મીનાક્ષી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આના પહેલા સલમાન ‘કિક’ ફિલ્મ માટે પણ ગીત ગાય ચુક્યા છે. તમને જણાવી દઈએ કે સઈદ અફઝલ અહમદ ના દિગ્દર્શક હેઠળ બનેલ ફિલ્મ 22 એપ્રિલે રીલીઝ થશે.

Comments

comments


5,360 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 − = 3