અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુલતાન’ 300 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી કરી છે. તેથી હાલમાં બોલીવુડમાં તેની ડીમાંડ વધી રહી છે. આ વખતે અનુષ્કાના કો-સ્ટાર તરીકે તેની સાથે શાહરૂખ ખાન છે.
પોતાની આ નવી ફિલ્મનું ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી કરશે. અનુષ્કાને આ ફિલ્મની સ્ટોરી ખુબજ પસંદ આવી છે. તેથી તેણીએ આ ફિલ્મને સાઈન કરી હોવાનું જણાવ્યું છે. હવે બોલીવુડમાં અનુષ્કા એ ત્રણેય ખાન સાથે કામ કરી લીધું છે.
તેણીની પહેલી ફિલ્મ શાહરૂખ ખાન સાથે ‘રબને બના દી જોડી’, બીજી ફિલ્મ આમીર ખાન સાથે ‘પીકે’ અને ત્રીજી ફિલ્મ હાલમાં સલમાન ખાન સાથે ‘સુલતાન’ કરી છે. જોકે ઓડીયન્સને પણ શાહરુખ અને અનુષ્કાની જોડી ખુબ પસંદ આવે છે.
રીપોર્ટ અનુસાર અનુષ્કાની આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ માં શાહરૂખ ‘સિખ’ વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. આમાં બીજા કયા એક્ટર્સ કામ કરશે તે અંગે માહિતી નથી.