ફરી એક વખત ઓન સ્ક્રીન રોમાન્સ કરતાં જોવા મળશે શાહરૂખ-કાજોલ?

ફરી એક વખત ઓન સ્ક્રીન રોમાન્સ કરતાં જોવા મળશે શાહરૂખ-કાજોલ?

બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી શાહરૂખ ખાન અને કાજોલ ફરી એક સાથે જોવા મળે તો નવાઈ નહિં. શાહરુખ ખાન અને કાજોલ છેલ્લે ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’માં સાથે જોવા મળ્યાં હતાં. હવે તેઓ રોહિત શેટ્ટીની નેક્સ્ટ ફિલ્મમાં સાથે જોવા મળે એવી શક્યતા છે. 

રોહિત શાહરુખના અપોઝિટમાં લીડ હીરોઇન તરીકે કાજોલને સાઇન કરવા માગે છે. રોહિત અને કાજોલ વચ્ચે આ વિશે વાતચીત થઈ ચૂકી છે. આ ફિલ્મમાં વરુણ ધવન શાહરૂખ ખાનના નાના ભાઈ નો રોલ અદા કરી રહ્યો છે. કાજોલ છેલ્લે ‘વી આર ફેમિલી’ (2010)માં જોવા મળી હતી. રોહિત ઇચ્છે છે કે, કાજોલ તેની ફિલ્મથી જ કમબેક કરે.

આ ફિલ્મનું ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવામાં આવશે. કાજોલ રામ માધવાણીની ફિલ્મ કરવાની હતી, પરંતુ ક્રિએટીવ મતભેદોના કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી. એ પછી કહેવામાં આવ્યું હતું કે, તે તેના હસબન્ડ અજય દેવગનના હોમ પ્રોડક્શનની ફિલ્મ કરશે. જોકે, હજી આ ફિલ્મ વિશે કંઇ કહેવામાં આવતું નથી. 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,461 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1