ફરીવાર આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે સલમાન અને કેટરીના કૈફ

1471106383-khaskhabar

સલ્લુ મિયાં અને કેટરીના ની જોડી પસંદ કરનાર ફેંસ માટે એક ખુશખબરી છે. ગુડ ન્યુઝ એ છે કે આ બંને ફરીવાર એક ફિલ્મ માં સાથે દેખાવવાના છે. વેલ, આ ફિલ્મનું નામ ‘ટાઈગર ઝીંદા હે’ છે.

નામ જાણીને જ તમને ખબર પડી જશે કે આ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ટાઈગર’ નું સિકવલ છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અલી અબ્બાસ ઝફર અને ડાયરેક્ટર કબીર ખાન છે. અલી અબ્બાસ ઝફરે તો ફિલ્મ રીલીઝ કરવાની ડેટ પણ નક્કી કરી નાખી છે. આ ૨૦૧૭માં ક્રિસમસના પર્વ પર રીલીઝ થશે.

આમાં સલમાન ૭૦ વર્ષનો વૃદ્ધ વ્યક્તિ દેખાશે. જયારે કેટરીના પહેલાની જેમ જ એક પાકિસ્તાની એજન્ટ ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મથી કેટરીનાનું ડૂબતું કરિયર પાછુ ટોચ પર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટાઈગર ફિલ્મ બાદ કેટરીના એ ‘ફેન્ટમ’, ‘ફિતૂર’ અને હાલમાં જ રીલીઝ થયેલ ફિલ્મ ‘બાર બાર દેખો’ વગેરે ફિલ્મ કરી છે જેમાં જેમાં તેણી સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ નીવડી છે. તેથી ‘ટાઈગર ઝીંદા હે’ ફિલ્મથી સલમાન ખાન તેના ડૂબતા કરિયરને ફરીવાર બચાવી શકે છે.

પ્રોડ્યુસર અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મનો ફર્સ્ટ લુક પોતાના ટ્વીટર એકાઉન્ટમાં રીલીઝ કર્યો છે. હાલમાં સલમાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં બીઝી છે, જેણે કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે.

Comments

comments


5,538 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 1 = 5