ફટાફટ બની જાય તેવી રેસિપી ‘વોલ વીટ કેરેટ એન્ડ રેઇઝીન મફીન્સ’

સામગ્રી

f34eb168-1044-43b8-b9d9-76445da085a6

* ૧/૪ કપ ધઉંનો લોટ,

* ૧/૨ મેંદાનો ધઉંનો લોટ,

* ૨ ટી સ્પૂન વીટ બ્રેન,

* ૧/૪ કપ રેઇઝીન,

* ૨ ટી સ્પૂન છીણેલું ગાજર,

* ૧ ટી સ્પૂન બેકિંગ પાવડર.

સ્ટેપ ૧

એક બાઉલમાં ધઉંનો લોટ, મેંદાનો લોટ, વીટ બ્રેન, રેઇઝીન, છીણેલું ગાજર અને બેકિંગ પાવડર નાખીને આને સારી રીતે મિક્સ કરી લેવું.

સ્ટેપ ૨

* ૪ ટી સ્પૂન બટર,

* ૩/૪ કપ દૂધ,

* ૫ ટેબલ સ્પૂન બ્રાઉન શુગર

* ૧ ટેબલ સ્પૂન વેનીલા આઈસ્ક્રીમ

* ૧/૨ ફ્રુટ સોલ્ટ

રીત

Whole-Wheat-Carrot-Raisin-Muffins-Collage-Barbara-Bakes

એક બાઉલમાં સ્પૂન બટર, દૂધ, બ્રાઉન શુગર અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. હવે વોલ વીટ અને મેંદાના લોટનું મિશ્રણ (સ્ટેપ ૧) આમાં નાખવું. હવે આ મિશ્રણને બરાબર હલાવી લેવું. હવે આ પેસ્ટમાં ફ્રુટ સોલ્ટ નાખીને ધીમે-ધીમે હલાવવું. હલાવ્યા બાદ આ મિશ્રણને મફીન મોલ્ડ્સ માં નાખવું. આ પેપર મોલ્ડ્સને મિશ્રણથી આખા ન ભરવા. કારણકે મફીન્સ ને ફૂલવા માટે થોડી સ્પેસ જોઈએ. હવે આ મફીન્સને ડેકોરેટ કરવા માટે તેના ઉપર ૨ ટેબલ સ્પૂન બ્રાઉન શુગર નાખ્યા બાદ મફીન્સની બરાબર વચ્ચે એક-એક રેઇઝીન નાખવું જેથી તે આકર્ષક દેખાય. હવે તૈયાર કરેલ મફીન્સની પ્લેટને ૧૦ થી ૧૫ મિનીટ સુધી ઓવનમાં રાખવું. ઓવન માંથી કાઢ્યા બાદ તૈયાર છે ‘વોલ વીટ કેરેટ એન્ડ મફીન્સ’.

Comments

comments


4,819 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 3 =