ફક્ત 8થી 10 વર્ષની ઉમંરે કોઇ છે કંપનીનો CEO, તો કોઇ છે એપ ડેવલપર

00001_1426845954

કોઇ પણ કામ ઉંમર જોઇને નથી કરવામાં આવતુ. કારણ કે કેટલીક વખત નાની ઉંમરના બાળકો એવા કેમ કરી બતાવે છે જે ના વિશે આપડે ક્યારે વિચાર્યુ પણ ના હોય. ગેજેટ વર્લ્ડમાં કેટલાક એવા બાળકો છે જે સ્કુલમાં ભણી રહ્યા છે પરંતુ એટલી ઉંમરે તે એપ ડેવલપર બની ચુક્યા છે. એટલુ જ નહી કેટલાક બાળકો પોતાની કંપની પણ ચલાવી રહ્યા છે. એવા બાળકો છે જે ટેક કોંન્ફરન્સમાં ભાગ લે છે અને પ્રેજન્ટેશન પણ આપે છે. સાથે સાથે સોફ્ટવેર અને એપ્સ ડેવલપિંગ વિશે ચર્ચા પણ કરે છે. ટેક વર્લ્ડમાં એવા પાંચ બાળકો છે જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

કેલિફોર્નિયાના થોમસ સુઆરેઝની ઉમંર 15 વર્ષ છે. પરંતુ ટેક વર્લ્ડમાં તેણે મોટુ નામ કમાઇ લીધુ છે. ફક્ત 11 વર્ષની ઉંમરે તેમણે પોતાની કેરટકોર્પ નામની કંપની ખોલી હતી. 12 વર્ષની ઉંમરે તેમણે પોતનુ 3D પ્રન્ટર લોન્ચ કર્યુ હતુ. તે આઇફોન માટે ‘બસ્ટિન ઝિબર’ (Bustin Jeiber) નામની એપ પણ ડેવલપ કરી ચુક્યો છે. જો કે વ્હેક-એ-મોલ (whack-a-mole) ગેમ છે. આ એપથી યુઝર્સ પોપ સ્ટાર જસ્ટિન બીબરના ગીતોમાં પોતાની પસંદ પ્રમાણે ફેરફાર કરી શકે છે. થોમસે હાલમાં લીપ મોશન એપ બનાવી છે જે વાયરલેસ ગૂગલ ડેટા પર કામ કરે છે. ડેટ ટોક દરમિયાન તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

એલેક્ઝેન્ડ્રા જોર્ડન, રૂબેન પોલસ, ઇથન ડુગ્ગન જેવા કેટલાય બાળકો છે જેમાં કોઇ 8 તો કોઇ 10 વર્ષની ઉંમરમાં જ એપ ડેવલપ કરી ચુક્યા છે. આમ તો આ દરેક બાળકો સ્કુલ જાય છે. પરંતુ એપ ડેવલપ કરવાના મામલે આ બીજા બાળકો કરતા આગળ નીકળી ચુક્યા છે.

એલેક્ઝેન્ડ્રા જોર્ડન (Alexandra Jordan)

0002_1426835711....2

10 વર્ષની એલેક્ઝેન્ડ્રા જોર્ડને Disrupt Hackathon ઇવેન્ટ દરમિયા સુપર ફન કિડ ટાઇમ એપ બનાવી હતી. આ એપ લાબા સ્લુલ ટાઇમ દરમિયા પ્લેડેટ્સને મેનેજ કરતી હતી. તેમણે પોતાના પિતા સાથે તાજેતરમાંજ એક પ્રેઝન્ટેશન આપ્યુ હતુ જેમાં બાળકોને કોડ શિખવવા વિશે વિસ્તારમાં જાણકારી આપી હતી.

રૂબેન પોલ (Reuben Paul)

0003_1426835711..3

રૂબેન પોલની ઉંમર 8 વર્ષ છે આટલી નાની ઉંમરે તેમણે લર્નિંગ ક્રેકર પ્રુફ એપ ક્રેક મી ઇફ યુ કેમ બનાવી છે. આ એપ સ્ટ્રોન્ગ પાસવર્ડ પ્રોટેક્શનને લઇને છે. આ એપ મેથેમેટિક્સ પ્રોબ્લમ ‘Bruteforce અટેક અને ‘Shuriken મઠ પર આધારીત છે. પોલ પોતાની કંપની રૂડેન્ટ ગેમ્સના ફાઉન્ડર, સીઇઓ અને લીડ ડીઝાઇનર એન્ડ ડેવલપર છે. તેમણે ગયા વર્ષે ગ્રાઉન્ડ જીરો સમિટમાં સાઇબલ સિક્યુરિટી પર લેક્ચર પણ આપ્યુ હતુ.

ઇથન ડુગ્ગન (Ethan Duggan)

0004_1426835711-1......4

12 વર્ષીય ઇછન ડૂગ્ગન પણ અત્યાર સુધી કેટલીય કમાલની એપ ડેવલપ કરી ચુક્યો છે. તેને એપ ડેવલપ કરવાનો આઇડિયા એક દિવસ સ્કુલમાં એ વખતે આવ્યો જ્યારે તે વીડિઓ ગેમ રમી રહ્યા હતો. તેની મોમ બહુ બધા ડ્રેસ લઇને આવી અને એક-બાદ એક બદલીને ઇથનને પુછવા લાગી કે તે કેવુ લાગી રહ્યુ છે. બસ ત્યાર બાદ તેમણે લેજી હસબન્ડ, લેજી વાઇફ અને લેજી કિડ નામની એપ ડેવલપ કરી નાખી.

મહોમ્મદ તારિક ઝાફર અલી (Mohamed Tariq Jaffar Ali)

0005_1426835731.....5

આઠ વર્ષિય મહોમ્મદ તારિક ઝાફર અલી પણ એક એપ ડેવલોપર છે. ઝાફરે કિડ ઝોન નામની એક ડેવલપ કરી છે. આ એપ પોપ્યુલર કાર્ટુન અને કિડ્સ ચેનલના ઓનલાઇન વીડિઓ કલેક્ટ કરે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પિતા સાથે નોકિયા DVLUP ડેના ક્લાસમાં તેણે ભાગ પણ લીધો હતો જ્યા વિન્ડોઝ ફોન એપ સ્ટુડિઓ પર તેણે વાત કરી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,210 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>