દુનિયાનો સૌથો મોટો દેશ ચીન જે ટેકનોલોજીના મામલે કોઈના થી પણ પાછો નથી રહેતો. દરરોજ લોકો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેમ રીયલ એસ્ટેટ હોય કે પછી આઈટી. તમને ખબર નહિ હોય કે ચીને ટેકનોલોજીમા નવીન વસ્તુનો ઉમેરો કર્યો છે.
બધીજ વસ્તુમાં ચીને મહારથ હાંસિલ કરી છે. ચીને માત્ર ૩ કલાકમાં બે માળની બિલ્ડીંગ તૈયાર કરીને પૂરી દુનિયામાં એક મિસાઈલ કાયમ કરી છે. એક ચીની કંપનીએ ૩ડી ના માધ્યમથી ફક્ત ૩ કલાકમાં બે માળની બિલ્ડીંગ તૈયાર કરવાનો દાવો કર્યો છે. ઝુઓડા ગ્રુપના વાઈસ પ્રેસીડેન્ટનું કહેવું છે કે તે ૩ કલાકથી પણ ઓછા સમયમાં ઘર બનાવીને ઈંટીરીયલ ડેકોરેશન, પ્લમ્બિંગ, વાયરીંગ અને બીજું પણ કામ કરી શકે છે.
કચરામાંથી બને છે મટીરીયલ
આ ધર બનાવવા માટે ખેતી અને ફેક્ટરી માંથી નીકળેલ કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘર વાયરપ્રૂફ, વોટરપ્રૂફ અને ૯.૦ની તીવ્રતા સુધી તે ભૂકંપને પણ ઝીલી શકે છે. ઉત્તર અને પશ્ચિમમાં ચીને શાંક્શીમાં દામન્જીલ્લા બિલ્ડીંગમાં લીવીંગરૂમ, કિચન, રેસ્ટરૂમ વગેરેને માત્ર ૩ કલાકમાં ક્રેનની મદદથી જોડી શકે છે. આમાં ૩ડી પ્રિન્ટીંગનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યુંકે આ નવી ટેકનોલોજી ની મદદથી એક સ્ક્વેર મીટર માટે ૪૦૦-૪૮૦ ડોલર એટલે કે ૨૫થી૩૦હજારનો ખર્ચ થાય છે. આમાં ટ્રાન્સપોરટેશન, લેબર, મટીરીયલ, મશીનરી અને અસેમ્બ્લી નું કાસ્ટિંગ ધટતા મકાન સસ્તું થઇ જાય છે.
૩ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીના માધ્યમથી ઘર તૈયાર થાય છે
આ ટેકનીકમાં થ્રી ડાયમેનશન ડીજીટલ મોડલની મદદથી ફીઝીકલ ઓબ્જેક્ટ નુ નિર્માણ કરવામાં આવે છે. આમાં મટિરિયલના પડને એક ઉપર એક ત્યાં સુધી લગાવવામાં આવે છે કે જ્યાં સુધી સુધી ઓબ્જેક્ટ તૈયાર ન થાય. તેની શરૂઆત વર્ચ્યુઅલ ડીઝાઇન બનાવવાથી થાય છે. ૩ડી પ્રોગ્રામની મદદથી મનગમતી વર્ચ્યુઅલ ડીઝાઇન બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દુનિયાની બીજી સૌથી ઉંચી ઇમારત શાંધાઈ ટાવર પણ ચીનમાં આવે છે જેની ઊંચાઈ ૬૩૦ મીટર છે.