આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન ‘કુમાર મંગલમ બિરલા’ ની નાની દીકરી ‘અનન્યા બિરલા’ ને કોણ નથી ઓળખતું? ઓક્સફોર્ડ યુનિવર્સીટીથી ઇકોનોમિક અને મેનેજમેન્ટ ની સ્ટડી કરનાર ફક્ત ૧૭ વર્ષની નાજુક ઉંમરમાં જ અનન્યા એ પોતાની કંપની ખોલી છે.
જોકે, આટલા મોટા બીઝનેસ ટાઈકૂન ના છોકરા-છોકરીઓ મોટા થઈને પોતાના પિતાનો બીઝનેસ જ ચલાવતા હોય છે. પણ અનન્યા સૌથી અલગ છે. તેણીએ આવું ન કર્યું. તેણીએ પોતાના કરિયર માટે એક નવો જ રસ્તો પસંદ કર્યો.
૧ માર્ચ ૨૦૧૩ માં પોતાની કંપની ‘સ્વતંત્ર માઈકો ફાઈનાન્સ’ (ઈ-કોમર્સ) લોન્ચ કરી. તેણીને બાળપણથી જ મ્યુઝીક માં રસ છે. અનન્યા ‘વોગ’, ‘હેલ્લો’ જેવી સેલિબ્રિટી મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. તેણી સારી એવી પોપસ્ટાર છે.
અનન્યા બોલીવુડના સ્ટાર કિડ્સ કરતા પણ વધારે સ્ટાઈલીશ છે. તેણી ખુબ જ ફેશનેબલ છે. મ્યુઝીકમાં રસ હોવાથી તેણીએ પોતાનો પહેલો ઇન્ટરનેશનલ આલ્બમ ‘Livin’ The Life’ લોન્ચ કર્યો છે. માત્ર ૨ વર્ષની અંદર જ ૭૦ કરતા પણ વધારે લાઈવ શોઝ માં અનન્યા પરફોર્મ કરી ચુકી છે.
હાલમાં અનન્યા ૨૨ વર્ષની છે. અનન્યા ફેશન વર્લ્ડમાં પણ પોતાની પહેચાન બનાવી ચુકી છે. અનન્યા ને લોંગ ડ્રાઈવ પર જવું પસંદ છે. તેણીની પાસે બે લક્ઝરી કાર પણ છે. જેમાં BMW Z4 અને મીની કૂપર શામેલ છે. તમે પણ જુઓ તેનો ગ્લેમરસ ફોટોસ અને પહેલો ઇન્ટરનેશનલ મ્યુઝીક આલ્બમ:-
https://www.youtube.com/watch?v=QtUpbykujmI