ફક્ત પાંચ મિનીટ માં જ બની જાય તેવી ઇટાલિયન ડીશ ચીઝી ફીન્ગર્સ

સામગ્રી

Cheesy_Garlic_Bread_Recipe

*  ૨ ટીસ્પૂન સોફ્ટ બટર,

*  ૫ ટીસ્પૂન છીણેલ ચીઝ,

*  સ્વાદાનુસાર મરીનો ભુક્કો,

*  ૩/૪ કપ છીણેલ ગાજર,

*  ૩ ટીસ્પૂન ફ્રેશ ક્રીમ,

*  ૧/૨ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૪ ઘઉંના લોટના બ્રેડની સ્લાઈસ.

રીત

ટોપિંગ બનાવવા માટે એક બાઉલમાં સોફ્ટ બટર, છીણેલ ચીઝ અને સ્વાદાનુસાર મરીનો ભુક્કો નાખીને બરાબર મિક્સ કરવું. હવે આમાં છીણેલ ગાજર, ફ્રેશ ક્રીમ, લીલા મરચાની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સ કરવું. હવે આ ટોપિંગ રેડી છે.

ત્યારબાદ ઓવનમાં ઘઉંના લોટના બ્રેડને શેકવા. પછી આની ઉપર તૈયાર કરેલ ટોપિંગ લગાવવું.  હવે આ બ્રેડને પ્રી-હીટેડ ઓવનમાં ૨૦૦ ડીગ્રી સેલ્સિયસ માં ૧૦ મિનીટ સુધી મુકવા.

જયારે આને ઓવનમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તેની પતલી સ્લાઈસ કરીને સોસ સાથે સર્વ કરવું.

Comments

comments


6,733 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 10