પ્રોટીનથી ભરપૂર બ્રોકોલી એન્ડ આલમંડ સૂપ

સામગ્રી

Recipe_2074

*  ૨ કપ પાણી,

*  ૧/૨ કપ બારીક સમારેલ બ્રોકોલી,

*  ૧ કપ બ્રોકોલી ફ્લોરેટ્સ,

*  ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ સેલરી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ કપ દૂધ,

*  ૧/૨ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૧ ટીસ્પૂન શેકેલી આલમંડની પાતળી સ્લાઈસ,

*  ૧ ટીસ્પૂન મરીનો ભુક્કો,

*  ૧ ટીસ્પૂન ક્રીમ.

રીત

એક બાઉલમાં પાણી નાખી ઉકાળો. પછી તેમાં બારીક સમારેલ બ્રોકોલીની દાંડી નાખી બરાબર ઉકળવા દેવું. હવે તેમાં બ્રોકોલી ફ્લોરેટ્સ, બારીક સમારેલ ડુંગળી, બારીક સમારેલ લસણ, બારીક સમારેલ સેલરી અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરીને હલાવી લેવું.

આને પાંચ મિનીટ સુધી ઉકળવા દેવું. પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું અને હેન્ડ બ્લેન્ડરમાં પીસી લેવું. ત્યારબાદ એક તવું ગરમ કરવી અને આ મિશ્રણને તવામાં નાખવું.

હવે  એક નાના બાઉલમાં દૂધ અને કોર્નફલોર નાખી મિક્સ કરવું અને ગરમ તવામાં નાખવું. પછી આ દૂધને બરાબર હલાવી લેવું. આને બે મિનીટ સુધી ઉકળવા દેવું. ત્યારબાદ આમાં શેકેલી આલમંડની પાતળી સ્લાઈસ, મરીનો ભુક્કો અને ક્રીમ નાખીને બરાબર મિક્સ કરીને સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,425 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>