પ્રેમની કોઈ પરિભાષા નથી!! બસ, આને જ તો પ્રેમ કહેવાય….!!

original

ખરેખર વાંચવાલાયક. . . .

એક પ્રાથમિક શાળામાં
૪ થી ૮ વર્ષનાં બાળકોને
‘પ્રેમ કોને કહેવાય ?’
એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ
જે જવાબો આપ્યા
તે અચંબો પમાડે તેવા હતા….

એમાંના
ઘણાં બાળકોના
જવાબો પરથી તો
એ ટબૂડિયાઓને
પ્રેમ શબ્દની સમજણ
મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે !
તો એમની ભાષામાં જ
એ જવાબો જોઈએ :

*  ‘મારા દાદીને
સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા
એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ
મારા દાદા
પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં
નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય!’

*  ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય
ત્યારે એ તમારું નામ
બીજા કરતા
કંઈક જુદી રીતે જ બોલે છે !
તમને એવું લાગે
કે તમારું નામ
એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !’

*  ‘પ્રેમ એટલે
તમે કોઈની જોડે
નાસ્તો કરવા જાઓ
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ
બધી જ એને આપી દો,
બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના,
એ જ પ્રેમ!’

*  ‘તમે જ્યારે
અત્યંત થાકેલા હોવ
ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’

TenKJI59Fw8

*  ‘મારી મમ્મી
કૉફી બનાવ્યા પછી
મારા પપ્પાને આપતા પહેલા
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે
કે બરાબર બની કે નહીં !’
બસ, એને જ પ્રેમ કહેવાય !

*  ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’

*  ‘એક છોકરી
એક છોકરાને કહે
કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે
અને એ પછી
છોકરો રોજે રોજ
એ શર્ટ પહેરે એ પ્રેમ !’

*  ‘એક વૃદ્ધ પુરુષ
એક વૃદ્ધ સ્ત્રી
એકબીજા વિશે
બધું જાણતા હોવા છતાં
વર્ષો સુધી જોડે રહી શકે
એને પ્રેમ કહેવાય !’

*  ‘મારી મમ્મી
મને સૂવડાવી દીધા પછી
મારી આંખ બંધ થયેલી જુએ
ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે
એ જ પ્રેમ !’

*  ‘મારા પપ્પા કામેથી આવે
ત્યારે ધૂળ ધૂળ હોય
અને પરસેવાથી ગંધાતા હોય
છતાં મારી મમ્મી એની સામે હસે
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે
-એ જ તો વળી !’

ooYBAFaYuJ-IbGZhAAbcNL2HgxoAAC2VQMOCHsABtxM835

*  ‘સવારમાં
તમે હોમવર્ક કરતા હોવ
એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય
અને પછી આખો દિવસ
ઘરમાં એકલું છોડી દીધું હોય
એ ગલૂડિયું
સાંજે તમે નિશાળે પાછા આવો
ત્યારે તમારો ગાલ ચાટે
એને પ્રેમ કહેવાય !’

નથી લાગતું
કે આ ટબૂડિયાઓ પાસે
પ્રેમ કોને કહેવાય
એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ????

‘હવે એક નાનકડી વાત….

*  પડોશમાં રહેતા
દાદી ગુજરી ગયા
ત્યારે ચાર જ વરસનો
એક નાનકડો બાળક દાદાને મળવા ગયો
એકાદ કલાક પછી
એ પાછો ઘેર આવ્યો
ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,
‘બેટા !
તેં વળી દાદાને શું કહ્યું ?’

‘કંઈ નહીં મમ્મી !’
બાળકે જવાબ આપ્યો,
‘એમના ખોળામાં બેસી
મેં એમને રડવામાં મદદ કરી !’

બસ,
આ જ પ્રેમ…!!’

Comments

comments


8,316 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =