પ્રભાસ ના બર્થડે પર રીલીઝ થશે ‘બાહુબલી-2’ નો ફર્સ્ટ લુક

03c4466e-2be9-4d40-946e-8179bf55e478-1

2015 માં રીલીઝ થયેલ ફિલ્મ ‘બાહુબલી – ધ બીગનીંગ’ ખુબ જ ચર્ચિત અને રોકોર્ડ તોડ ફિલ્મ રહી. આ ફિલ્મ દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય રહી. જયારે પણ આ ફિલ્મની ચર્ચા કરવામાં આવે ત્યારે દરેક લોકોના મનમાં સૌથી પહેલા એ જ ખ્યાલ આવે કે ‘કટપ્પા એ બાહુબલી ને કેમ માર્યો?’.

બાહુબલી એ પોતાની ફિલ્મમાં ઘણા બધા સવાલો પાછળ છોડ્યા છે. બાહુબલીની સફળતા બાદ તેલુગુ સિનેમામાં જાણીતા ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી એ ‘બાહુબલી-2’ એટલેકે નેક્સ્ટ સીરીઝ બનાવવાનો નિર્ણય લીધો. હાલમાં લગભગ આ ફિલ્મની શુટિંગ ખતમ થઇ ગઈ છે.

ચર્ચા છે કે પ્રભાસના બર્થડે ના દિવસે ‘બાહુબલી : ધ કન્કલુઝન’ નો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવશે. એટલેકે આ ફિલ્મનો ફર્સ્ટ લુક ૨૩ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ રીલીઝ કરવામાં આવશે. ‘બાહુબલી-2’ બન્યા પહેલા જ એટલી બધી પોપ્યુલર બની ગઈ છે કે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આની રાઈટ્સ ૪૫ કરોડમાં વેચાઈ ગઈ.

એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મમાં પ્રભાસ સિવાય તમિલ અને તેલુગુ સિનેમાની સૌથી નામચીન અભિનેત્રીઓ એટલેકે તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી ઉપરાંત રાણા દગ્ગુંબાટી અને રામ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Comments

comments


7,348 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 1 = 4