ચીનમાં હુબઈ સ્થિત રીવર – વેલીની વચ્ચે ૧૦.૯ કિલોમીટર લાંબો હાઇવે બનાવીને કમાલ કરી છે. આ હાઇવેનો ૪.૪ કિલોમીટર લાંબો રસ્તો પાણીની ઉપર છે. આ હાઇવે પશ્ચિમ ચીનને દક્ષિણ ચીન સાથે જોડે છે. આ હાઇવેના કારણે લોકો ટૂંકો સફર પસાર કરે છે. આ હાઇવેને નદીની ઉપર બનાવ્યો છે તેથી તે એક આકર્ષણ નું કેન્દ્ર છે.
આ હાઇવેને દુનિયાનો મોસ્ટ સિનિક હાઇવે પણ માનવામાં આવે છે. કારણકે આ ચીનનો પ્રથમ ઈકો – ફ્રેન્ડલી હાઇવે છે. હાઇવે પરથી લોકો નદી, શહેરો, પહાડો અને સુંદર નઝારાને પણ જોય શકાય છે.