પોર્ન ફિલ્મો – ચીંગમ, બંને પ્રતિબંધિત, આ છે સિંગાપુરના 9 શોકિંગ Facts

deal-singapore_2659071b-1

વિશ્વના વિવિધ સ્થળોએ એકથી એક વિચિત્ર કાયદાઓ જોવા મળે છે, કોઇ દેશમાં લગ્ન અગાઉ સેક્સ કરવો ગુનો છે, તો કોઇ સ્થળે ગે હોવા પર તમને મારી નાંખવામાં આવે છે. આવી જ રીતે વિશ્વના એક સુંદર દેશ સિંગાપુરમાં પણ અમુક વિચિત્ર કાયદાઓ અસ્તિત્વમાં છે. જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. અહી અમે તમને જણાવી રહ્યાં છીએ સિંગાપુરના 9 શોકિંગ ફેક્ટ્સ વિશે.

1. ચીંગમના વેચાણ પર પ્રતિબંધ

આ દેશમાં તમે ચીંગમ નથી ખરીદી શકતા કારણ કે સરકારે અહીં ચીંગમના વેચાણ પર પ્રતિબંધ લગાવેલો છે. આ કાયદા સામે ઘણા લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા પરંતુ તેનાથી ત્યાંની સરકાર પર કોઇ અસર થઇ નહીં. જોકે તમે આ દેશમાં ફરવા જાવ તો પોતાની સાથે ચીંગમ સાથે લઇ જઇ શકો છો, પરંતુ એ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે કે તેને તમે જાહેરમાં ન ફેંકો. આ સિવાય અમુક કાયદા આનાથી પણ વિચિત્ર છે.

2. પોર્ન ફિલ્મો જોવા પર પણ પ્રતિબંધ

આમ તો પોર્નોગ્રાફી ઘણા દેશોમાં પ્રતિબંધિત કરાયેલી છે, જોકે સિંગાપુરમાં આ કાયદાનો ઘણી સખ્તાઇથી અમલ કરવામાં આવે છે. અહીં તસવીરોથી લઇને ડીવીડી સુધી પોર્નોગ્રાફીના દરેક પ્રકાર પર પ્રતિબંધ છે. જોકે અહી તમે અમુક યંગ મેગેઝીન્સ વાંચી શકો છો. જોકે તે પણ પેરેન્ટલ વોર્નિંગ સાથે.

singaore-2_1427096520

સિંગાપુરમાં પ્રદર્શન કરતા સમલૈંગિકો

3. સમલૈંગિકો સંબંધો પર પ્રતિબંધ

સિંગાપુરમાં સમલૈંગિક લોકોના સેક્સ સંબંધોને ગુનો ગણવામાં આવે છે. આ પ્રકારના સંબંધોને કારણે તમારે બે વર્ષ જેલની સજા પણ ભોગવવી પડી શકે છે. અહીં અગાઉ ઓરલ સેક્સ પર પણ પ્રતિબંધ હતો. જોકે આ પ્રતિબંધ 2007માં હટાવી દેવામાં આવ્યો હતો.

4. નગ્ન ન થઇ શકો

ઘણા પશ્ચિમી દેશોમાં પોતાના હકો માંગવા માટે લોકો નગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરતા હોય છે. જોકે સિંગાપુરમાં આમ કરવા પર પ્રતિબંધ છે. અહીં નગ્ન થવા પર તેને પોર્નોગ્રાફીનો ભાગ ગણવામાં આવે છે અને તેના માટે સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

singaore-4_1427096521

5. તમારુ ડ્રગ ટેસ્ટ પણ થઇ શકે છે

સિંગાપુરમાં એન્ટ્રી કરવા પર પોલીસ તમને ડ્રગ ટેસ્ટ માટે પણ મોકલી શકે છે. તમે ભલે કોઇ અન્ય દેશમાં ડ્રગનું સેવન કરીને સિંગાપુર પહોંચ્યા હોવ, તેનાથી પોલીસને કોઇ ફર્ક નથી પડતો. અમુક ડ્રગ્સના સેવન પર અહીંના કાયદામાં મૃત્યુદંડ સુધીની પણ જોગવાઇ કરવામાં આવેલી છે.

6. જાહેર શૌચાલયમાં ફ્લશ ન વાપરવા પર દંડ

સિંગાપુરના વિચિત્ર કાયદામાંથી એક કાયદો એવો પણ છે, જેના કારણે તમે ક્યારેય ટોયલેટમાં ફ્લશ કરવાનું ભૂલશો નહીં. અહીં જાહેર શૌચાલયમાં ફ્લશ ન વાપરવાને કારણે મોટી રકમનો દંડ ભરવો પડી શકે છે, જે 9,000 રૂપિયા સુધીનો પણ હોઇ શકે છે. જોકે અમુક સ્થળોએ ઓટોમેટિક ફ્લશની પણ સિસ્ટમ હોય છે

singaore-6_1427096522

7. લિફ્ટમાં પેશાબ કરવા પર થશે દંડ

સિંગાપુર સફાઇ માટે સૌથી જાગૃત છે અને તેને લગતા નિયમો પણ ઘણા સખ્તાઇથી લાગુ કરવામાં આવે છે. અહીં તમે માર્ગ પર પેશાબ ન કરી શકો, તેને કારણે ઘણીવાર લોકો લિફ્ટમાં પેશાબ કરતા જોવા મળ્યા હતા. જેને કારણે લિફ્ટમાં પેશાબ કરવા પર દંડનો કાયદો ઘડવામાં આવ્યો હતો. અહીં ઘણી લિફ્ટોમાં ઓટોમેટિક ડિટેકશન સેંસર ધરાવતી લિફ્ટો છે, જેને કારણે પેશાબ કરવા પર લિફ્ટના દરવાજા લોક થઇ જાય છે અને તરત જ પોલીસ સ્થળે પહોંચી જાય છે.

singaore-7_1427096523

8. કચરો ફેંકવા પર મોટી રકમનો દંડ

ઘણા દેશોમાં જાહેરમાં કચરો ફેંકવા પર પ્રતિબંધ છે, જોરે સિંગાપુરમાં આ મામલે કંઇક વધારે જ કડક કાયદો જોવા મળે છે. કચરો ફેંકવા પર અહીં લાગતા દંડની તુલના અન્ય દેશોની સાથે કરી શકાય તેમ નથી. આ ઉપરાંત કચરો ફેંકનારે સૌની સામે આ કચરો ઉપાડવો પણ પડે છે. કચરો ફેંકનારે આશરે 62,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

singaore-5_1427096559-1

9. દિવાલ પર કંઇ પણ ન લખી શકો

ભારતમાં દિવાલો પર સારા અને ખરાબ પોસ્ટરો અને ચિત્રણો જોવા મળતા હોય છે. જોકે સિંગાપુરમાં દિવાલ પર પોસ્ટર નથી લગાવી શકાતું, પરંતુ તેની સાથે દિવાલ પર પેઇન્ટીંગ કરવાની પણ મનાઇ છે. આમ કરવા પર તમને તાત્કાલિક સજા સંભળાવવામાં આવે છે અને અમુક કેસોમાં કોર્ટપણ રાહત આપતી નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,322 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 20