કરો દૂર ખીલ અને ખાડા – જાણવા જેવું

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં જોવા મળે છે. યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે. આ તૈલીયગ્રંથી પર બેકટેરિયા આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે. પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે જેથી આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા બતાવીશું જેનો ઉપયોગ કરી તમે ખબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકીલો ચહેરો પામી શકશો.

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

ખીલ થવાના કારણો-

1.સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં સેક્સ હોર્મોન્સનુ પ્રમાણ વધે છે.

2.વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે.

3.વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.

4.કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે.

5.મૃત અને તૈલીય ત્વચા પણ ખીલનું કારણ બની શકે છે.

ફુદીનો

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

– થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

હળદર-

હળદરનો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદરમાં બેક્ટિરીયાને મારવાની ક્ષમતા હોય છે.

-એક ચમચી હળદરના પાવડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે.

લીંબુ-

લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટીમીન સી જોવા મળે છે, જે ખીલ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

– બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. કોટન(રૂ)ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. જ્યારે તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

લસણ

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

 

લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે

– લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ જરૂર દૂર થશે.

ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.

– રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

બરફ

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

બરફ પણ ખીલથી છુટકારો અપાવવામાં મદદરૂપ બને છે.

– બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.

નાસ-

નાસએ ખીલ માટેનો સૌથી સારો ઉપાય છે. ચહેરા પર નાસ લેવાથી ઝીણા છીદ્રો ખુલ્લી જાય છે, અને ચહેરા પરની ગંદકી દૂર થાય છે.

– જ્યારે પણ ખીલની સમસ્યા થાય ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.

તજ

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

 

તજને પીસીને પાવડર બનાવી લેવો, આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં ચહેરા પર લગાવવું.

– આ ક્રિયા દિવસમાં બે વાર કરવાથી ખીલ દૂર થાય છે.

સંતરાની છાલ- સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો.

– આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.

એપલ વિનેગર-

એપલ વિનેગરને સ્કિન માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે. એપલ વિનેગરમાં કોટન(રૂ)ને ડૂબાડીને ચહેરા પર લગાવવું. ચહેરા પર એ સૂકાય જાય ત્યાર બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી ખીલ જરૂર દૂર થશે.

મધ

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

 

મધને એક નેચરલ એન્ટીસેપ્ટિક ગણવામાં આવે છે. ખીલની સમસ્યા માટે આ રામબાણ ઈલાજ છે.

– કોટન(રૂ)ને મધમાં બોળીને ચહેરા પર લગાવવું. જ્યારે એ સૂકાય જાય તેને ધોઈ લેવું, ખીલ જરૂરથી દૂર થશે.

પપૈયુ-

પપૈયામાં મોટી માત્રામાં એન્ટીસેપ્ટિક જોવા મળે છે. આ ખીલનો ખુબ જ જલ્દી નાશ કરવાની ક્ષમતા રાખે છે.

– એક પપૈયાને છીલીને તેને મિક્સરમાં પીસી લેવું અથવા તેનુ જ્યૂસ પણ કાઢી તેને ચહેરા પર લગાવવું. પંદરથી વીસ મિનિટ ચહેરા પર લગાવી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો.

કાકડીનું જ્યૂસ-

કાકડી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીના સમયમાં સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

– કાકડીની છાલ કાઢીને તેના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવી. આ પેસ્ટને ચહેરા પર દિવસમાં બે વાર લગાવવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે. કાકડીમાં થોડું લીંબુ અને મધ મિક્ષ કરી લગાવવાથી સ્કિનમાં ગ્લો આવે છે.

ટામેટા

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

ટામેટા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. માટે જ તેને સ્કિન માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે.

– ટામેટાને પીસીને તેનું જ્યૂસ કાઢી લેવું, આ જ્યૂસને ગાળીને તેને ચહેરા પર લગાવવું અને સૂકાઈ ગયા બાદ ચહેરો પાણીથી સાફ કરી લેવો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી ખીલ પર તેની અસર ચોક્કસ દેખાશે.

લીમડો-

લીમડાના પાનને આર્યુવેદમાં ચામડીનાં રોગ માટે અચૂક દવા માનવામાં આવે છે.

– લીમડાના પાનને સ્વચ્છ પાણીમાં ધોઈને તેની પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટને ચહેરા પર લગાવી અડધા કલાક બાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ખીલ-ફોડલીઓ નાશ પામશે.

-બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મેળવીને મિશ્રણ કરો. આ મિશ્રણને સારી રીતે ચહેરા ઉપર લગાવો. 20 મિનિટ પછી જ્યારે આ મિશ્રણ સારી રીતે સૂકાઈ જાય તો તેને ભીના કોટન બોલથી સાફ કરો. સ્કિન સોફ્ટ અને સ્મૂથ થઈ જશે.

એલોવેરા

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

-એલોવેરાના પત્તાનો રસ કાઢીને તેમાં થોડા ટીપા લીંબુનો રસ મેળવો. આ મિશ્રણને ચહેર ઉપર લગાવો, સૂકાઈ ગયા પછી સાફ કરી લો. ચહેરો ખીલી ઊઠશે.

– બારીક પીસેલો બેસનનો લોટ, સંતરાની સુકી છાલનો પાવડર તથા એક ચમચી મલાઈ મેળવીને મિશ્રણ બનાવો. ન્હાવા પહેલા એ મિશ્રણને ચહેરા પર લગાવીને 5થી 7 સુધી રાખવાથી તૈલીય ત્વચાની સમસ્યાથી તરતજ છુટકારો મળે છે.

મુલતાની માટી

Without the money spent quickly to remove facial acne pits, adopt the way

-મુલતાની માટી પણ તૈલી ત્વચાની સમસ્યામાંથી છુટકારો અપાવશે. તે ત્વચાને ચોખ્ખી કરીને પહોળા કે ખુલ્લા છિદ્રોને બંધ કરે છે. મુલતાની માટીના પાઉડરમાં ગુલાબ જળ ઉમેરીને અઠવાડિયામાં ત્રણ વાર એ પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ. જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણી વડે એ પેસ્ટને ધોઈ નાખવી.

-ચહેરાને દિવસમાં બેથી ત્રણ વાર ધોવો જોઈએ અને ચહેરાને સાફ કરવા માટે ફેસવોશ કે ક્લિન્ઝિંગ લોશનનો જ ઉપયોગ કરવો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,369 views

facebook share

One thought on “કરો દૂર ખીલ અને ખાડા – જાણવા જેવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>