ગેસ એ સામાન્ય સમસ્યા છે જે કોઈને પણ થાય શકે છે. આ કોઈ મેજર બીમારી નથી પણ જ્યાં સુધી આપણે આનો ઈલાજ ન કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. મોટાભાગે વધારે મસાલાયુક્ત ભોજન ગ્રહણ કરવાને કારણે થાય છે.
ગેસને કારણે લોકોને છાતીમાં પણ પ્રોબ્લેમ થાય છે. વધાર પડતુ ભોજન કરવું, પાચન ક્રિયા ઠીક ન રહેવી કે પછી ફૂડ પોઈઝનીંગ વગેરે આના કારણો છે. ઘણીવાર બેક્ટેરિયાને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. ચાલો જાણીએ આનો ઘરેલું ઈલાજ….
* ભોજન ખુબ ચાવી ચાવીને આરામથી ખાવું જોઈએ. નાના બાળકોની જેમ ખાતા-ખાતા વચ્ચે પાણી પીવાની હેબીટ દુર કરવી. ભોજન કર્યાના એકથી બે કલાક બાદ એકાદ બે ગ્લાસ જેટલું પાણી પીવું.
* ભોજન બનાવતા સમયે થોડું લસણ અને હિંગ નાખી ખાવાથી ગેસની સમસ્યા નથી રહેતી.
* છાશ પણ ગેસની સમસ્યાને મટાડી શકે છે. કારણકે આમાં લેક્ટિક એસીડ હોય છે. દૂધ કરતા છાશમાં ભોજન પચાવવાની શક્તિ વધારે રહેલ છે.
* આખા જીરાના વાટી તેમાં કાળું મીઠું નાખીને ખાવાથી પણ જલ્દી આરામ મળશે.
* આ સમસ્યાનો એક વધુ ઘરેલું ઉપાય છે કે બટાટાનો રસ પીવો. ભોજન કરવાના એક કલાક પહેલા અડધો કપ બટાટાનો રસ પી લેવો. દિવસમાં આને ત્રણ વાર પીવો.
* પુદીનાની ચા ગેસ માટે ફાયદાકારક છે. આને પીવાથી પેટની સમસ્યામાં રાહત મળશે. આના માટે ફ્રેશ પુદીનાના પાનને બરાબર ગરમ પાણીમાં ઉકાળી લો. આને ટેસ્ટી બનાવવા માટે તેની અંદર થોડું મધ નાખવું.*
* રોજ નારિયેળના પાણીનું સેવન કરવાથી પણ ગેસ મટી જાય છે.
* તુલસીના પાનને પણ ચાવવા.
* દહીંમાં હળદર મેળવીને ખાવાથી કબજીયાત અને ગેસની સમસ્યાથી રીલીફ મળશે. આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
* આ સમસ્યા માટે રાહત મેળવવા અજમા અને કાળા મીઠાને બરાબર પીસીને પાણીમાં નાખી પી જવું.
* ફ્રેશ આદુંની સ્લાઈસ કરવી અને તેને લીંબુના રસમાં બોળીને ચુસવી. આ પણ સારો ઉપાય છે.